ઉત્તરાખંડ BJPના પ્રદેશ પ્રમુખ બંશીધર ભગતે કહ્યું છે કે,હું મારા દાયિત્વને પુરી નિષ્ઠા સાથે નિભાવીશ અને કાબિલ અને હોનહાર લોકોને પાર્ટીમાં સામેલ થવાની તક આપીશે,જે ખરેખર પ્રદેશના હિત માટે કામ કરી શકે.તેમણે સ્પષ્ટ કર્યું છે કે, 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી ખુબ જ મહત્વપૂર્ણ છે.આ ચૂંટણી જીતવા માટે BJPના ધારાસભ્યોએ સખ્ત મહેનત કરવી પડશે.
BJPના ઉમેદવારોએ બતાવવી પડશે પ્રતિભા
તેમણે કહ્યું કે,આ વખતે ધારાસભ્યોએ ચૂંટણી જીતવા માટે પોતે જ જુદાં-જુદાં ક્ષેત્રમાં જઈને લોકોની સામે પોતાની પ્રતિભા દેખડવી પડશે અને લોકો પાસેથી મત મેળવવા પડશે.તેમણે કહ્યું કે,આ વખતે મોદી લહેરના સહારે કોઈની નૈયા પાર નહી થાય.સ્વયં જ ધારાસભ્યોએ મહેનત કરવી પડશે.સૌને જુદાં-જુદાં ક્ષેત્રમાં જવું પડશે અને ત્યાંના લોકો પાસેથી મત માંગવા પડશે.
મોદીના નામે પહેલાની જેમ હવે મત નહિ મળે
ઉત્તરાખંડ ભાજપ અધ્યક્ષે તે પણ કહ્યું છે કે,પહેલાંની જેમ હવે એવું નહી હોય કે મોદીના નામથી ધારાસભ્યને મત મળી જાય.આ તમામ વાતો સાથે જ બંશીધરે પોતાની પાર્ટીના ધારાસભ્યો પાસેથી તે આશા કરી છે કે તેઓ આ વખતે વિધાનસભાની ચૂંટણી માટે મહેનત કરીશું અને મહત્તમ લોકોના મત મેળવવા સક્ષમ થશું.


