કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના કથિત જોડાણ પર ટિપ્પણી કરી છે.આ વખતે તેમણે પોતાના નિશાના પર Whatsapp પણ લીધું છે.રાહુલે અમેરિકી ટાઇમ મેગેજીનના હવાલેથી આ દાવો કર્યો છે કે ભાજપ અને વોટ્સનું ‘નેક્સસ’ છે.
એક ટ્વિટમાં રાહુલ ગાંધીએ કહ્યું કે અમેરિકાની ટાઇમ પત્રિકાએ વોટ્સઅપ અને ભાજપની આ સાઠગાંઠને જગજાહેર કર્યું છે. 40 કરોડ ભારતીય તેનો ઉપયોગ કરે છે.વોટ્સઅપ પેમેન્ટ્સની પણ શરૂઆત કરવા માંગે છે જે માટે મોદી સરકારની મંજૂરીની જરૂર પડી શકે છે.આ રીતે ભાજપે વોટ્સઅપ પર પોતાની પકડ બનાવી રાખી છે. TIME મેગેઝીનના લેખમાં જણાવવામાં આવ્યું છે કે ફેસબુક કેવી રીતે હેટ સ્પીચને પકડવામાં અસફળ રહ્યું છે જેમાં ભાજપના નેતાઓ દ્વારા કેટલીક ટિપ્પણીઓ પણ સામેલ છે જ્યાં હેટ સ્પીચ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રોટોકાલનું ઉલ્લંધન કરવામાં આવ્યું છે.આ પહેલા કોંગ્રેસે ફેસબુકને એક પત્ર લખીને આ મામલે તપાસ કરવાની જાણકારી આપવાની માંગણી કરી હતી.આરોપ છે કે ફેસબુકના એક અધિકારીએ સાંપ્રદાયિક આરોપો વાળી પોસ્ટ નાખવા મામલે તેલંગાનાના એક ભાજપ વિધાયકની સ્થાપી પ્રતિબંધને રોકવા સંબંધી આંતરિક પત્રમાં દખઅંદાજી કરી હતી.તમને જણાવી દઇએ કે શુક્રવારે પ્રકાશિત એક ખબરમાં ફેસબુકમાં કામ કરનાર લોકોના ઇન્ટરવ્યૂનો ઉલ્લેખ કરીને ઉપરોક્ત દાવો કરવામાં આવ્યો છે.
કોંગ્રેસને પોતાના પત્રમાં કહ્યું છે કે ફેસબુક ઇન્ડિયાની કર્મચારી આંખી દાસે ચૂંટણી સંબંધી કામમાં ભાજપને મદદ પહોંચાડી હતી.આ મામલે હાઇ લેવલની તપાસની પણ જરૂર છે.અને આ રિપોર્ટને સાર્વજનિક કરવાની માંગ પણ કરી હતી. વેણુગોપાલે આ મામલે કહ્યું કે જ્યાં સુધી તપાસ પૂરી ના થાય ત્યાં સુધી ફેસબુક ઇન્ડિયાની નવી ટીમને કામ સોંપવું જોઇએ.
વેણુગોપલે કહ્યું કે કોંગ્રેસ પહેલા જ માર્ક ઝુકર્બર્ગને આ રીતનો પત્ર લખ્યો છે જેમાં તેમણે ફેસબુક અધિકારીઓ દ્વારા પક્ષપાતની વાત કરવામાં આવી છે.કોંગ્રેસે કહ્યું કે ફેસબુક ઇન્ડિયા ટીમની તપાસ કરવી જોઇએ અને રિપોર્ટ દેશ સામે રાખવો જોઇએ.


