આ તે કેવી સજા ! ૪૦૦ વ્યકિતઓ સામે મહિલાને નગ્ન કરીને નવડાવાઇ

247

જયપુર,તા.૩: રાજસ્થાનમાં શેખાવતી ક્ષેત્રમાં શરમજનક અને ડરાવનારી દુર્દ્યટના બની છે.અવૈધ સંબંધો બાંધવાના બદલામાં મહિલાને એવી સજા મળી છે કે,જે કોઈ વિચારી પણ ન શકે. શેખાવતી ક્ષેત્રમાં ખાપ પંચાયતે (ખપ પંચાયત)એ તમામ હદોને ઓળંગીને એક મહિલા પર કુટુંબના એક યુવક સાથે અવૈધ સંબંધો બાંધવાના આરોપમાં એવી સજા આપી છે કે એ સાંભળીને તમે પણ ચોંકી જશો. ખાપ પંચાયતે આ મહિલાને નગ્ન કરીને તમામ લોકો સામે નવડાવવાનો આદેશ કર્યો હતો. ગત ૨૧ ઓગસ્ટના રોજ આ ઘટના બની હતી.મંગળવારના રોજ સાંસી સમાજે પોલીસ અધિક્ષકને આ બાબતની રજૂઆત કરી કાર્યવાહી કરવાની માગણી કરી છે.

અખિલ રાજસ્થાન સાંસી સમાજ સુધારણા અને વિકાસશકિતના પ્રદેશ પ્રમુખ સવાઈ સિંહ માલાવતે મંગળવારે સમાજના લોકો સાથે મળીને પોલીસ અધિક્ષકને આ બાબતે રજૂઆત કરી છે.એમાં ઉલ્લેખ કરાયો છે કે, ૨૧મી ઓગસ્ટના રોજ આ ઘટના સોલા ગામમાં નેછવા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બની હતી.સાંસી સમાજની એક મહિલા અને તેના ભત્રિજા (જેઠના છોકરાને) નગ્ન કરીને જાહેરમાં સ્નાન કરાવાયું હતું.ખાપ પંચાયતે મહિલા પર આરોપ લગાવ્યો હતો કે,તેને પરિવારના યુવક સાથે અવૈધ સંબંધ છે. આ સંબંધ રાખવાને બદલે તેને આવી સજા આપવામાં આવી હતી.મહિલાને નગ્ન કરીને સ્નાન કરાવાયું તે સમયે ૪૦૦ લોકો હાજર હતા. પરંતુ કોઈએ આ બાબતે વિરોધ કર્યો ન હતો. આ સમયે મહિલાના ફોટો પણ લેવાયા અને વીડીયો પણ બનાવાયા હતા.

એટલું જ નહીં,ખાપ પંચાયતે મહિલા અને ભત્રીજાને ૫૧,૦૦૦ના દંડ પણ ફટકાર્યો હતો.સમાજે પોલીસ સામે માંગણી કરી છે કે,આ કેસમાં સામેલ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.આ કેસમાં સામેલ ખાપ પંચાયત પાસેથી ૫૧,૦૦૦ રૂપિયા પરત લઈને ફરી મહિલાને અપાયા છે.ભીડ સામે પણ કોરોના એડવાઈઝરી ભંગ કરવાની ફરિયાદ નોંધવામાં આવી છે.

Share Now