અમદાવાદ : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ભાજપમા નારાજ કાર્યકરોના પ્રશ્ન સાંભળવા વિજય રૂપાણી સરકારના મંત્રીઓને કમલમમાં બેસવા આદેશ કર્યો હતો પણ બે અઠવાડિયામાં જ મંત્રી આવતા બંધ થઈ ગયા છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના આદેશને પગલે દર સોમવાર-મંગળવારે મંત્રીઓ કાર્યકરોના પ્રશ્ન-રજૂઆત સાંભળવા કમલમમાં આવશે એવી જાહેરાત કરાઈ હતી પણ આ સોમવારે સોમવારે એક પણ મંત્રીએ કમલમમાં આવવાનુ ટાળ્યુ હતુ.તેના બદલે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કાર્યકરોની વેબકેમના માધ્યમથી રજૂઆત સાંભળી હતી.
પાટીલના આદેશના પગલે કમલમમાં કાર્યકરોની ભીડ ઉમટી રહી છે.ભાજપના કાર્યકરો માસ્ક પહેરતા નથી કે સોશિયલ ડિસ્ટન્સિંગનુ પાલન કરતાં તેથી કોરોના કમલમ સુધી પહોંચ્યો છે.કમલમમાં કાર્યાલય મંત્રી પરેશ પટેલ કોરોનાથી સંક્રમિત થતાં સોમવારે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કમલમમાં આવવાનુ ટાળ્યુ હતું.મંત્રી કૌશિક પટેલે સચિવાલયમાં જ રહીને વેબકેમના માધ્યમથી કાર્યકરોના તબક્કાવાર પ્રશ્નો સાંભળ્યા હતાં.સોમવારે લગભગ 30-35થી વધુ કાર્યકરોની ઓનલાઇન રજૂઆત સાંભળવામાં આવી હતી.કમલમમાં કાર્યાલય મંત્રી સહિત અન્ય બે કર્મચારી પણ કોરોનાથી સંક્રમિત થયા છે.હવે કોરોનાનું સંક્રમણ વધ્યુ છે ત્યારે ભાજપના નેતાઓ પણ કમલમમાં આવતા ડરી રહ્યાં છે.
આ કારણે હવે મંત્રીઓ કાર્યકરોના ઓનલાઇન જ પ્રશ્ન સાંભળશે.કોરોનાના કારણે સચિવાલયમાં તો મંત્રીઓ મુલાકાતીઓને મળવાનુ જ ટાળી રહ્યાં છે.આજે મંગળવારે પણ મંત્રી જયદ્રથસિંહ પરમાર પણ ઓનલાઇન જ રજૂઆત સાંભળશે.
ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે.ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે.ત્યારે હવે મંત્રીઓને પણ કમલમમાં જતા ડર લાગવા માંડ્યો છે, જેને કારણે હવે તેઓ કમલમમાં જવાનું ટાળી રહ્યા છે.ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ભાજપના નારાજ કાર્યકરોને ખુશ કરવા વિજય રૂપાણી સરકારના મંત્રીઓને કમલમમાં બેસવા આદેશ કરાયો હતો.
કમલમના કાર્યાલય મંત્રીને કોરોના થતાં મંત્રીઓએ કમલમમાં આવવાનું ટાળ્યું હતું અને વેબકેમથી કાર્યકરોની રજૂઆત સાંભળી હતી.કોરોનાને કારણે કમલમમાં ફફડાટ છે.જોકે,કમલમ પર ભાજપના કાર્યકરોની ભીડ યથાવત છે.
નોંધનીય છે કે,સરકારના તમામ મંત્રીઓ વારાફરતી સોમવાર અને મંગળવારે કમલમ ખાતે બેસે તેવો આદેશ કરાયો હતો પણ હવે સરકારના હવે માત્ર બે મંત્રીઓને કમલમમાં આવીને કાર્યકરોના પ્રશ્નો સાંભળવા જવાબદારી અપાઇ છે.ગુજરાતના જાણીતા અખબારમાં કરાયેલા દાવા પ્રમાણે હાલ પૂરતી તમામ મંત્રીઓને કમલમમાં આવવાની વાત પર અત્યારે રોક લગાવાઇ છે.હવે કૌશિક પટેલ અને જયદ્રથસિંહ એ બે મંત્રી જ કમલમ ખાતે બેસીને કાર્યકરોની રજૂઆતો સાંભળશે. એ પછી આ રજૂઆતોને સંબધિત મંત્રાલય સુધી પહોંચાડાશે.


