ગુજરાતમાં સી.આર.પાટીલની ‘બંધ કવર’ ફોર્મ્યુલા ભાજપના અનેક નેતાઓ માટે ‘લેટર બૉમ્બ’ બને તેવી શક્યતા છે.પાટીલ ‘બંધ કવર’ની સચ્ચાઈ ખાસ ટીમ દ્વારા તપાસ કરાય તેવી શક્યતા છે.ગુજરાત ભાજપ સંગઠન અને સરકારમાં અનેક જૂથવાદ ચાલી રહ્યા છે.
– ભાજપ સંગઠન અને સરકારમાં અનેક જૂથવાદ
– રાજકોટમાં નારાજ પાટીદાર નેતાઓ પર કોંગ્રેસની નજર
ગુજરાતમાં સી.આર.પાટીલની ‘બંધ કવર’ ફોર્મ્યુલા ભાજપના અનેક નેતાઓ માટે ‘લેટર બૉમ્બ’ બને તેવી શક્યતા છે.પાટીલ ‘બંધ કવર’ની સચ્ચાઈ ખાસ ટીમ દ્વારા તપાસ કરાય તેવી શક્યતા છે.ગુજરાત ભાજપ સંગઠન અને સરકારમાં અનેક જૂથવાદ ચાલી રહ્યા છે.જેને લઈને જૂથવાદ અને પોતાના લોકોને હોદ્દો આપનારા નેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.જૂથવાદની જડ પકડવા જ પાટીલે ‘બંધ કવર’નો આઈડિયા અજમાવ્યો છે.
પાટાપીડિની પણ વાત
અગાઉ પણ પાટીલ પક્ષમાં પાટાપીંડિની વાત કરી ચુક્યા છે.આ વાત દ્વારા પાટીલે આડકતરો ઈશારો કર્યો હતો કે,જે લોકો પક્ષની વિરૂદ્ધ પ્રવૃત્તિઓ કરે છે અથવા અસંતુષ્ટો છે તેમને માટે પણ જગ્યા નથી.જો કે તેમણે કહ્યુ છે કે બંઘ કવરમાં તેમને ફરિયાદ પણ આપી શકાશે.
રાજકોટમાં નારાજ પાટીદાર નેતાઓ પર કોંગ્રેસની નજર
ભાજપમાં સંગઠનની રચનાને લઈ ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે.ત્યારે સૌરાષ્ટ્ર પાટીદાર આગેવાનોની બેઠક પર સૌની નજર છે.સરદાર ધામમાં કડવા-લેઉવા પાટીદાર આગેવાનોની બેઠક યોજાઇ રહી છે.ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષનું પદ પાટીદાર સમાજને ન મળતા હવે સંગઠનમાં મહત્વના પદ મળે તેવા સૂર ઉઠ્યા છે. જ્યારે રાજકોટમાં નારાજ પાટીદાર નેતાઓ પર કોંગ્રેસની નજર છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50 ટકા ટિકિટ કાપવામાં આવી શકે છે
ભાજપમાં જૂથવાદ તોડવા માટે કવાયત શરૂ કરી દેવાઇ છે.સી.આર.પાટીલે જૂથવાદ સામે બાંયો ચઢાવી છે.મળતી માહિતી મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50 ટકા ટિકિટ કાપવામાં આવી શકે છે.સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન જૂથવાદને લઇ રજૂઆત કરાઇ છે.જૂથવાદથી પક્ષને નુકસાન થતું હોવાની રજૂઆત મળતા હવે સી.આર.પાટીલે બાંયો ચઢાવી છે.અને ચૂંટણીમાં યુવાનોને તક આપવામાં આવી શકે છે.આજે સી.આર.પાટીલ યુવા મોરચા સાથે બેઠક યોજશે.


