પાટિલનો કોરોના રિપોર્ટ જાહેર કરવા મુદ્દે અનેક સવાલો ઉઠી રહ્યા છે.કેમ કે પાટિલનો કોરોના રિપોર્ટ ગઇકાલે જ પોઝિટિવ આવ્યો હોવાનું મનાઇ રહ્યું છે.ખુદ સી આર પાટિલના પુત્ર જિગ્નેશ પાટિલના નામે થયેલી એક ટ્વીટ ભારે વાયરલ થયું હતું.આ ટ્વીટમાં તેમના પિતા કોરોનાથી સંક્રમિત થયા હોવાની માહિતી આપી હતી.
આ ટ્વીટ સાંજે 5-48 વાગ્યે કરવામાં આવ્યું હતું.જેમાં લખવામાં આવ્યું હતું કે મારા પિતાશ્રી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ કોરોના પોઝિટિવ થાય છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે.તેઓ સ્વસ્થ થઇ ઝડપી સંગઠનના કાર્યને મજબૂત કરવા કાર્યરત થાય તેવી અભ્યર્થના.જો કે બાદમાં તુરંત આ ટ્વીટ ડિલીટ થઇ ગયું હતું.


