બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની માતા આશા રનૌતે ભારતીય જનતા પાર્ટીનું દામન થામી લીધું છે.ભાજપ સાથે જોડાયા બાદ આશા રનૌતે કહ્યું હતું કે, કંગના સાથે જે કંઈ થયું ત્યાર બાદ મારે ભાજપમાં આવવુ જ પડ્યું. આશા રનૌતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો ખુબ ખુબ આભાર માન્યો હતો.
આશા રનૌતે કહ્યું હ્તું કે, તેમનો આખો પરિવાર કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલો છે,પણ આજે કંગના પર જ્યારે મુસીબત આવી અને મહારાષ્ટ્ર સરકારે તેની જે હાલત કરી ત્યારે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની અને પ્રદેશમાં (હિમાચલ પ્રદેશ) જયરામ ઠાકુરના નેતૃત્વ હેઠળની ભાજપની સરકારે તેની મદદ માટે આગળ આવી.આશા રનૌતે કહ્યું હતું કે,ભાજપે તેમની દિકરીને સુરક્ષા પુરી પાડી.આ બદલ પીએમ મોદી,ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી જયરામ ઠાકુરનો આભાર.
બોલિવૂડ અભિનેત્રી કંગના રાનૌતની મા આશા રાનૌતે ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કરી લીધો છે. તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. કંગના રાનૌતના મુંબઈ સ્થિત આવેલી ઓફિસ પર બીએમસી દ્વારા કરવામાં આવેલી તોડફોડ બાદ બુધવારે આશા રાનૌતે શિવસેના પર બરાબરના પ્રહાર કર્યા હતાં.
તો આ બાજુ ઓફિસ પર હુમલો થતાં કંગનાએ પણ મહારાષ્ટ્ર સરકાર પર હુમલો કર્યો હતો.તેમના નિશાન પર સીધા ઉદ્ધવ ઠાકરે આવ્યા હતા.બુધવારના રોજ મુંબઈ પહોંચ્યા બાદ કંગનાએ એક વીડિયો પણ વાયરલ કર્યો હતો.


