STRONG DECISION: ચીન તરફથી આવનારને ગોળી મારી દો- નોર્થ કોરિયાના શાસક કિમ જોંગ ઉન

320

સમગ્ર દુનિયાના દેશો ​​​​​કોરોનાની મહામારીના ઝપેટમાં છે અને પોતાની રીતે કોરોના સામે લડત લડી રહ્યા છે.કોરોના મામલે નોર્થ કોરિયાની વાત કંઈક અલગ જ છે.તાનાશાહ કિમ જોંગ ઉને દેશમાં કોરોનાના વાયરસને રોકવા માટે ચીન તરફથી આવનાર વ્યક્તિને ઠાર મારવાનો આદેશ આપ્યો છે.સાઉથ કોરિયામાં તૈનાત અમેરિકન સેનાના કમાન્ડરે શુક્રવારે આ જાણકારી આપી હતી.નોર્થ કોરિયાની નબળી આરોગ્ય સેવાઓ રોમહામારી સામે લડવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે.કોરોના વાયરસના ફેલાવા બાદ કિમે અત્યાર સુધી દેશમાં કોરોનાના એક પણ કેસની પુષ્ટિ કરી નથી.એટલું જ નહીં નોર્થ કોરિયાએ કોરોનાને રોકવા માટે ચીનની સરહદ જાન્યુઆરીમાં જ બંધ કરી દીધી હતી.જુલાઈમાં નોર્થના અધિકારીઓએ કહ્યું હતું કે,ઇમરજન્સીને સર્વોચ્ચ સ્તર પર લઇ જવામાં આવી છે.

Share Now