રિયા ચક્રવર્તીની ડ્રગ્સ સ્ટોરીમાં સારા અલી ખાન ઉપરાંત વધુ 4 નામો છે,જેમના નામ રિયાએ ડ્રગ્સ કનેક્શન સાથે જોડ્યા છે.રિયાએ આ ચાર લોકોના નામ પણ NCBને જણાવ્યા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર NCB આ પાંચ લોકો પર ટૂંક સમયમાં જ કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.
રકુલ પ્રીત સિંહ
રિયા ચક્રવર્તીએ પોતાની ડ્રગ્સ ટીમમાં જે બીજા પ્લેયરનું નામ લીધુ છે તે છે અભિનેત્રી રકુલ પ્રીત સિંહ.રકુલનું ડ્રગ્સ કરિયર ભલે 2019માં શરૂ થયું હોય પરંતુ ફિલ્મી કરિયર 2009માં જ શરૂ થઈ ગયું હતું.રકુલ પ્રીત સિંહ દિલ્હીની રહેવાસી છે.નેશનલ લેવલ ગોલ્ફ રમી ચુકી છે પરંતુ હવે તેનો ખેલ બદલાઈ ચુક્યો છે. રકુલ પ્રીત હવે રિયા ચક્રવર્તીની ટીમમાં ડ્રગ્સનો ખેલ રમી રહી છે.
સીમોન ખંભાટા
સીમોન ખંભાટા એક ડિઝાઈનર છે.તે રિયા ચક્રવર્તીની નજીકની મિત્ર છે અને રિયાના ડ્રગ્સ ગેમમાં તેની પાર્ટનર પણ છે.સીમોન,રિયા ચક્રવર્તીની સાથે સાથે બોલિવુડના ઘણા બીજા સ્ટાર્સની પણ ખુબ નજીક છે.પરંતુ તેની મિત્ર રિયએ NCBને આપેલા એક નિવેદનમાં સીમોનને ડ્રગ્સના કીચડમાં ખેચી લીધી છે.
રોહિણી અય્યર
રોહિણી અય્યર પોતાને સુશાંતની મિત્ર ગણાવે છે.પરંતુ રિયા ચક્રવર્તી જણાવે છે કે રોહિણી અય્યરના હાથ ડ્રગ્સના ખેલમાં છે.રિયાએ NCBને આપેલા નિવેદન અનુસાર રોહિણીને ટૂંક સમયમાં પુછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.રોહિણી એક ફિલ્મ જર્નલિસ્ટ અને બોલિવુડ પબ્લિસિસ્ટ છે.
મુકેશ છાબડા
કાસ્ટિંગ ડાયરેક્ટર,એક્ટર ડાયરેક્ટર, સ્ક્રીનપ્લે રાઈટર અને હવે રિયાની ટ્રગ્સ સ્ટોરીના કેરેક્ટર.સુશાંત સિંહ રાજપુતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ના ડાયરેક્ટર મુકેશ છાબડા જ છે પરંતુ રિયા અનુસાર તેના ડ્રગ્સના ખેલમાં મુકેશ પણ તેની સાથે છે.આ એ 5 નામ દાવો તો એવો કરે છે કે તે સુશાંતના ફ્રેન્ડ્સ હતા પરંતુ તેમના બેસ્ટ ફ્રેન્ડને આ દરેકએ મળીને ડ્રગ્સના કિચડમાં ધકેલી દીધો.

