ગુજરાત સરકારના બોર્ડ-નિગમમાં ચેરમેન,વાઇસ ચેરમેન અને ડિરેકટરના પદો પર રાજકીય નિયુકિત કરવા માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે દબાણ વધાયુ છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય પાણીને આ નિયુકિત કરવા માટે ભલામણ કરી છે.ભાજપના કાર્યકરો અને આગેવાનોનો ઉત્સાહ જાળવી રાખવલા જે કામ જીતુ વાઘાણી કરી ન શકયા તે કામ સીઆર પાટીલ કરી રહ્યાં છે.
પાર્ટીના સૂત્રો કહે છે કે ૨૫ જેટલા બોર્ડ-નિગમમાં રાજકીય નિયુકિત કરવામાં આવી શકે છે.આ નિયુકિતમાં માત્ર ચેરમેન કે વાઇસ ચેરમેન જ નહીં પરંતુ ડિરેકટરોની પણ નિયુકિત થઇ શકે છે.ડિરેકટરો માટે સરકારી સાહસોમાં ૧૨૦૦ જેટલી જગ્યાઓ છે.
સીઆર પાટીલે સૌરાષ્ટ્ર્ર તેમજ ઉત્તર ગુજરાતનો પ્રવાસ કરીને આગેવાનો તેમજ કાર્યકરોની રજૂઆતો સાંભળી છે.મોટાભાગના નેતાઓ કહે છે કે સરકારના જાહેર સાહસો કે જેમાં ભૂતકાળની સરકારો રાજકીય નિયુકિત કરતી હતી તેવી નિયુકિત અત્યારે સરકારમાં થતી નથી તેથી આ કામ પહેલાં કરવાની આવશ્યકતા છે.કેટલીક ફરિયાદો એવી પણ સામે આવી હતી કે સરકારી સાહસોમાં અધિકારીઓનું રાજ હોવાથી પાર્ટીના આગેવાનો કે કાર્યકરોનું કોઇ સાંભળતું નથી.
સૂત્રો જણાવે છે કે સીઆર પાટીલે આ નિયુકિત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ ચર્ચા કરી છે.પાટીલને હાઇકમાન્ડની મંજૂરી મળી ચૂકી છે.તેઓ તેમના પ્રવચનમાં સતત કહે છે કે પાર્ટીના કાર્યકરોની તમામ પ્રકારની ફરિયાદોનો ઉકેલ આવશે.તેઓ એવું પણ કહે છે કે ભલામણથી નહીં પરંતુ કાબેલિયતથી ભાજપના નવા સંગઠનમાં કાર્યદક્ષ નેતાઓને સ્થાન આપવામાં આવશે.
ગુજરાતમાં ૭૦ જેટલા બોર્ડ-નિગમ આવેલા છે જે પૈકી ૪૨ જેટલા ચાલુ છે અને બાકીના નિશ્ચિય છે. રાજ્યના તમામ જાહેર સાહસોમાં રાજકીય નિયુકિત થઇ શકતી નથી પરંતુ ૨૫ થી ૩૦ બોર્ડ-નિગમ એવાં છે કે જેમાં રાજકીય ચેરમેનની નિયુકિત કરવામાં આવતી હોય છે.સીઆર પાટીલ અગાઉ ભાજપની સરકારમાં ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ (જીઆઇડીસી)ના ચેરમેન રહી ચૂકયાં છે


