નવી દિલ્હી: વોલમાર્ટની આગેવાનીવાળી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટમાં ચીનનું ટેકનોલોજી ગ્રુપ ટેન્સન્ટ 6.28 મિલિયનનું રોકાણ કરશે.આમ,બિઝનેસ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ પેપર વીસીના રિપોર્ટમાં જણાવાયું છે.આ રોકાણ એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે ભારત અને ચીન વચ્ચે તણાવ છે અને સરકારે દેશમાં ચીનની ઘણી એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.આ સાથે,ચીનથી આવતા રોકાણ માટેના સીધા વિદેશી રોકાણના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.વોલમાર્ટે જુલાઈ 2020માં ફ્લિપકાર્ટમાં 1.2 અબજ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી,પરંતુ ટેન્સન્ટના રોકાણ વિશે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
પેપર વીસીના જણાવ્યા અનુસાર,વોલમાર્ટ અને અન્ય શેરહોલ્ડરો દ્વારા પણ ટેન્સેન્ટના રોકાણને આ મોટા રોકાણ તબક્કામાં શામેલ કરવામાં આવે તેવી સંભાવના છે. પેપર વીસીએ જણાવ્યું હતું કે, ટેન્સેન્ટ સિંગાપોર હોલ્ડિંગ કંપનીમાં લઘુમતી હિસ્સેદાર છે જે વોલમાર્ટે 2018માં હસ્તગત કરી હતી.ટેન્સેન્ટ ઉપરાંત ટાઇગર ગ્લોબલ, એસેલ,ફ્લિપકાર્ટના પૂર્વ સીઇઓ બિન્ની બંસલ,માઇક્રોસોફ્ટ અને સિંગાપોર જીઆઈસી લઘુમતી શેર ધરાવે છે.પેપર વીસીએ કહ્યું કે,ટેન્સેન્ટ અમારી ગણતરી પ્રમાણે 4 થી 5.3 ટકા હિસ્સો ધરાવે છે.
આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.ટેન્સન્ટે જાહેરાત કરી હતી કે તે સિંગાપોરમાં પ્રાદેશિક કેન્દ્ર ખોલી રહી છે.તાજેતરના અહેવાલો અનુસાર, ટેન્સેન્ટ ભારતીય ગેમિંગ પ્લેટફોર્મ ડ્રીમ 11માં તેના ભાગ અથવા તેના તમામ હિસ્સાને પણ વેચી શકે છે.નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે આ રોકાણ પોર્ટફોલિયો અને રોકાણ પુનર્ગઠન રણનીતિનો એક ભાગ છે,જે ભારતીય નિયમોને ટાળવા ટેન્સેન્ટે અપનાવ્યો છે.ભારત સરકારે ભારતીય કંપનીઓના તકવાદી ટેકઓવરને રોકવા માટે પગલાં લીધાં છે.
ડેલસે વીટા ટ્રસ્ટીઝના કોર્પોરેટ કમર્શિયલ કાઉન્સિલ અને ટ્રાન્ઝેક્શન એડવાઇઝરી પાર્ટનર સુમિત કોછડે જણાવ્યું હતું કે,આ રચનાત્મક માળખાથી ભારત સરકારે નિયંત્રણો પર ફરીથી વિચાર કરવો પડશે.ટેન્સેન્ટે આ રચનાને એ માન્યતા સાથે ડિઝાઇન કરી છે કે સિંગાપોર હોલ્ડિંગ વસ્તુઓ સરળ બનાવશે.સરહદ પર ચીન સાથેના વિવાદની વચ્ચે ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ટાંકીને ચીની કંપનીઓની ઘણી એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.આમાં ટેન્સન્ટની લોકપ્રિય ગેમિંગ એપ્લિકેશન PUBG શામેલ છે.પરંતુ કોછડનું કહેવું છે કે ભારતીય ઇ-કોમર્સ કંપનીમાં ટેન્સેન્ટની રોકાણ વ્યૂહરચના PUBG સહિત અન્ય સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરતા વધુ મજબૂત હશે.
અન્ય નિષ્ણાતો કહે છે કે સરકારે તાજેતરમાં જાહેર કરેલા વિદેશી રોકાણના નિયમો નવા રોકાણ માટે લાગુ થશે.ટેકલેજિસ એડવોકેટ અને સોલિસિટરના મેનેજિંગ પાર્ટનર સલમાન વારસે જણાવ્યું હતું કે,સરકારે ચીન અથવા ચીની રોકાણકારો સાથે ચાલી રહેલા રોકાણના સોદાને અપવાદ આપ્યો છે અને તેને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની મંજૂરી આપી છે.તેમણે કહ્યું કે ફ્લિપકાર્ટમાં ટેન્સેન્ટ દ્વારા આ રોકાણ પરોક્ષ રીતે લાગે છે અને તે ટેન્સેન્ટના સિંગાપોર એકમ દ્વારા થઈ શકે છે.
ઓગસ્ટમાં અલીબાબા ગ્રુપની કંપની આન્ટ ગ્રૂપે હોંગકોંગ સ્ટોક એક્સચેંજને સુપરત કરેલા આઇપીઓ દસ્તાવેજમાં જણાવ્યું હતું કે ભારતમાં નવા નિયમનથી ઝોમાટોમાં તેના વધારાના રોકાણના સમય અંગે વિચારણા કરશે.અમેરિકામાં પણ ટેન્સેન્ટ પર દબાણ વધી રહ્યું છે.ઓગસ્ટ 6ના રોજ,યુએસ સરકારે ટેન્સેન્ટની બહુહેતુક મેસેજિંગ એપ્લિકેશન વીચેટ પર પ્રતિબંધ મૂક્યો હતો.યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ એપ્લિકેશન દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટાનો ઉપયોગ ચીની સરકાર કરે છે અને તેનાથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે.


