By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પાસા એકટનો વ્યાપ આશીર્વાદરૂપ કે પડકાર?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > પાસા એકટનો વ્યાપ આશીર્વાદરૂપ કે પડકાર?
AhmedabadGeneralGujarat Now

પાસા એકટનો વ્યાપ આશીર્વાદરૂપ કે પડકાર?

HM News
Last updated: 17/09/2020 8:51 AM
HM News
6 years ago
Share
SHARE

– ગુન્હાખોરી ડામવા પોલીસ માટે ફાયદારૂપ પાસા એકટ વ્યાપના દુરૂપયોગ અંગે નિષ્ણાંતોએ વ્યક્ત કરી ચિંતા

સાયબર ક્રાઇમ,જુગાર,ઘરેલુ હિંસાને પાસા એકટમાં સમાવવા અંગે નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે પાસાનો દુરૂપયોગ પણ થઈ શકે છે.સાયબર ક્રાઇમ,લોન ડિફોલ્ટર અને જાતીય અપરાધીઓને નિવારવા અસામાજિક પ્રવૃત્તિ હેઠળ પ્રીવેંશન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ(પાસા) ની દેખરેખ હેઠળ લાવવામાં આવ્યા છે. જેમાં એક વર્ષ સુધીની જેલ મોકલી શકાય છે.પરંતુ નિષ્ણાતોએ તેના દુરૂપયોગ સામે ચેતવણી આપી છે.

રાજ્યના ગૃહ વિભાગે એક જાહેરનામું બહાર પાડીને પાસાના અમલીકરણનો અવકાશ વધારવા અને તે હેઠળની કાર્યવાહી હાથ ધરવા માટે પોલીસ મહાનિદેશક,શહેર પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને મોકલ્યા છે.આ કાયદામાં રીઢા ગુન્હેંગારોની નિવારક અટકાયત કરવાની જોગવાઈ છે. પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરની ભલામણ પર એક વર્ષ સુધીની જેલ મોકલી શકાય છે.તહોમતદાર પાસા સલાહકાર મંડળ અને ત્યારબાદ હાઇકોર્ટમાં આદેશને પડકાર આપી શકે છે. હાલમાં,ભારતીય દંડ સંહિતા,આર્મ્સ એક્ટ,ડ્રગ ગુના,બુટલેગર,જુગાર,વેશ્યાવૃત્તિ અને ગૌહત્યાના ગુનામાં સામેલ લોકો સામે પાસાની માંગ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જેમની પાસે ગૃહ પોર્ટફોલિયો પણ છે.તાજેતરમાં કેબિનેટની બેઠકમાં પાસા એક્ટ,૧૯૮૫ માં સુધારો કરવા માટે વટહુકમની દરખાસ્ત કરવામાં આવી હતી.

જાહેરનામાં મુજબ માહિતી ટેકનોલોજી અધિનિયમ હેઠળ ગુનાઓ કરનાર વ્યક્તિને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી શકાય છે.

જુગારના કેસોમાં જો કોઈ વ્યક્તિ દોષી સાબિત થયાના ત્રણ વર્ષમાં સમાન ગુન્હામાં સંડોવણી હોય તો તેને અટકાયતમાં લઈ શકાય છે.સૂચિત ફેરફારો હેઠળ ત્રણ વર્ષની મર્યાદાને દૂર કરવામાં આવી છે.જેનાથી વ્યક્તિને પાસા હેઠળ અટકાયતી પગલાં સરળ બને છે.

જાહેરનામા મુજબ આ અધિનિયમ આઈપીસી હેઠળ જાતીય સતામણીના ગુનામાં સામેલ લોકો તેમજ જાતીય ગુનાથી સંરક્ષણના કાયદા(પોકસો),લોન લેનારની પજવણી અથવા સંપત્તિ હડપવામાં સામેલ લોકોને પણ લાગુ પડશે.જે વ્યક્તિ પર મહિલાઓને આઈપીસીની કલમ ૩૫૪ (જાતીય હુમલો અને પજવણી અંગે), બળાત્કાર,સામૂહિક બળાત્કાર અને અપ્રાકૃતિક લૈંગિક સંબંધી ગુનો નોંધવામાં આવ્યો છે તે પણ પાસા હેઠળ નોંધાઈ શકે છે.

કાયદાકીય નિષ્ણાતોએ જો કે જાહેર હુકમ માટે ઘડવામાં આવેલી નીતિ અને તેનો રાજકીય દાયરાઓને સમાધાન કરવાના સાધન તરીકે દુરૂપયોગ કરી શકાય તેવી ચેતવણી આપી છે.નવી જોગવાઈઓ અંગે ગુજરાત હાઇકોર્ટના સિનિયર કાઉન્સિલર પેરી કવિનાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે પાસા એકટનો દુરુપયોગ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે.કોઈ નિર્દોષ વ્યક્તિને આ જોગવાઈઓના માધ્યમથી ભારે હાલાકીનો સામનો કરવો પડે તો તેમાં કોઈ નવાઈની વાત નહીં.

આ મામલે પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, “નવા સુધારા અમલમાં આવ્યા છે અને અમે સખત ગુનેગારો સામે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવા માટે પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ખાસ કરીને સાયબર ગુન્હાઓ અને જુગારધારા અધિનિયમ હેઠળના ગુન્હાઓમાં અમે ચુસ્તપણે આ જોગવાઈનો અમલ કરાવીશું.તેમણે કહ્યું હતું કે આ કાયદાનો ઉપયોગ સખત ગુનેગારો સામે કરવામાં આવશે જે સુલેહ શાંતિનો ભંગ કરતા હોય છે.

ખામેની ભૂગર્ભ બંકરમાં છુપાયા? કુરિયર મારફતે આપી રહ્યા છે ગુપ્ત આદેશો
ટ્રમ્પની નવી રાજકીય ચાલથી મુસ્લિમ દેશોમાં ખળભળાટ! પાકિસ્તાન-સાઉદી અરેબિયા ભરાયા!
બંગાળમાં ‘૩ડી’ નીતિનો ખોફ! સરહદ તરફ દોડ્યા ઘૂસણખોરો, બાંગ્લાદેશ બોર્ડર પર ઉમટી ભીડ
ડભોઈના ધારાસભ્ય અને બુટલેગરનો ફોટો કોર્ટમાં પહોંચતા ખળભળાટ, રાજકીય સાંઠગાંઠના ગંભીર આક્ષેપ
કર્ણાટકમાં સત્તા બદલાવના એંધાણ! દિલ્હી બેઠકમાં સિદ્ધારમૈયા-શિવકુમારના ભવિષ્ય પર મંથન
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઇલેક્ટ્રોનિક નહિ પહેલા ડીઝીટલ મીડિયા પર નિયંત્રણ કરો : કેન્દ્ર સરકારનું સુપ્રીમને ચૂચન
Next Article દેશના ૧૬,૦૦૦ પોલીસ સ્ટેશન સીસીટીવી કેમેરાની ‘બાજ નજર’ નીચે?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતની મનપાઓમાં મેયરના નામ અટક્યા કેમ? અંદરની 4 મોટી રાજકીય વાત આવી સામે!

4 days ago

અલ-અક્સા મસ્જિદ પર અમેરિકા-ઇઝરાયલની ગુપ્ત યોજના? ત્રણ ધર્મોના કેન્દ્ર બનાવવાના દાવાથી ખળભળાટ

4 days ago

શાંતિ ચર્ચાઓ વચ્ચે ફરી ભડક્યું યુદ્ધ ઇઝરાયેલ, નેતન્યાહૂનો હિઝબુલ્લાહને કચડી નાંખવાનો આપ્યો આદેશ

4 days ago

‘કાંતારા’ વિવાદ બાદ રણવીર સિંહ ચામુંડેશ્વરી મંદિરે પહોંચ્યો, કોર્ટના આદેશથી માફી માંગી કરી વિશેષ પૂજા

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up