અમદાવાદ : કોરોનાને કારણે પેદા થયેલ આર્થિક મંદીથી બેંકિંગ સેક્ટરની એસેટ ગુણવત્તા પર દબાણ પાડવાની શક્યતા વધી ગઈ છે.રેટિંગ એજન્સી ક્રિસિલે અનુમાન વ્યક્ત કર્યું છે કે લોન લેનારાઓ પાસે રોકડ પ્રવાહની અસ્થિરતાને પગલે આ ક્ષેત્રમાં ડિફલોટ થવાનો દર ચાલુ નાણાંકીય વર્ષમાં 50-250 બેસીસ પોઇન્ટ વચ્ચે વધી શકે છે.
જોકે આરબીઆઇ દ્વારા ઘોષિત સંપૂર્ણ પુનર્ગઠનને કારણે નોંધાયેલ કુલ નોન પરફોર્મિંગ એસેટમાં જે ઝડપથી વધારો થઇ રહ્યો છે તેને અમુક હદ સુધી મર્યાદિત કરશે પરંતુ અમુક પડકારો યથાવત રહેશે. જોકે સંગ્રહ ક્ષમતામાં રોગચાળાને કારણે લગાવવામાં આવેલ લોકડાઉનનાં પ્રારંભિક દિવસોની સરખામણીએ સુધારો થયો છે પરંતુ રોગચાળા અગાઉના સ્તરે પહોંચતા હજુ સમય લાગી શકે છે.
એપ્રિલ અને મે મહિનામાં મોરેટોરિયમનું પ્રમાણ વધારે હતું,જયારે સંગ્રહમાં ઘટાડો હોવાયો હતો.જોકે જૂનથી અર્થતંત્રની શરૂઆત થતાં જ સંગ્રહમાં સુધારો થયો છે. સુધારાની ઝડપ અને અંતિમ દેવા નુકશાનની સીમા આગળ વધનારા મુખ્ય દેખરેખકર્તા હશે તેમ ક્રિસિલે જણાવ્યું છે.


