નવી દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) હેઠળ રાજ્યોને વળતર આપવાની નીતિ હેઠળ કેન્દ્ર દ્વારા પ્રદાન કરવામાં આવેલી રૂ. 97,૦૦૦ કરોડની આરબીઆઈ સુવિધાને 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો ટેકો મળ્યો છે. જીએસટી કાઉન્સિલમાં મતદાનની સ્થિતિમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં મદદ મળશે.જો કે, રાજ્યો દ્વારા 2.35 લાખ કરોડ રૂપિયા ઉધાર લેવાની કેન્દ્રની ઓફર કોઈએ સ્વીકારી ન હતી.
નાણાં મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓરિસ્સા, પોંડિચેરી, સિક્કિમ, ત્રિપુરા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ શામેલ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે જીએસટી કાઉન્સિલમાં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની હાજરી સાથે,માત્ર 20 રાજ્યોએ મતદાનની સ્થિતિમાં જીએસટી એક્ટ હેઠળ ઠરાવ પસાર કરવો પડશે.આવી સ્થિતિમાં,જેઓ 5 ઓક્ટોબરની બેઠક સુધી જીએસટી કાઉન્સિલ સમક્ષ કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલી દરખાસ્તને સ્વીકારશે નહીં,તે લટકી જશે.સૂત્રોએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં સ્પષ્ટ છે કે આ રાજ્યોએ તેમનું વળતર મેળવવા માટે જૂન 2022 સુધી રાહ જોવી પડશે, જે એ વાત પર નિર્ભર કરશે કે 30 જૂન 2022 પછી સેસ વસૂલાતની અવધિ લંબાવે છે કે કેમ.
નાણા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે,બીજી તરફ રાજ્યો દ્વારા 2.35 લાખ કરોડ રૂપિયાનું દેવુ લેવાની કેન્દ્રની રજૂઆતની કોઈ પ્રતિક્રીયા નથી.મણિપુર એકમાત્ર એવું રાજ્ય છે કે જેણે અગાઉ રાજ્યો દ્વારા ઋણ લેવાનું પસંદ કર્યું હતું,બાદમાં તેણે આરબીઆઈવાળો વિકલ્પ પસંદ કર્યો.સૂત્રોએ જણાવ્યું હતું કે,આગામી એક કે બે દિવસમાં કેટલાક વધુ રાજ્યો તેમનો ઋણ લેવાનો વિકલ્પ આપી શકે છે.જો કે ઝારખંડ, કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાંથી હજી આ બાબતે પ્રતિક્રીયા આવવાની બાકી છે.આમાંથી મોટાભાગના રાજ્યોએ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવેલ વિકલ્પોનો વિરોધ કર્યો છે.
જીએસટી કાઉન્સિલના કુલ મતના 33.33 ટકા કેન્દ્રના છે.દરેક રાજ્યના 2.22 ટકા મત છે, જેમાં રાજ્યના કદથી કોઈ ફરક નથી પડતો.આનો મતલબ એ કે ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યો અને ગોવા જેવા નાના રાજ્યો મતદાનમાં એકસરખા ગણાવામાં આવશે.કોઈપણ ઠરાવ પસાર કરવા માટે 75 ટકા મતો જરૂરી છે.
નાણાં મંત્રાલયનો અંદાજ છે કે રાજ્યોને વળતર આપવા માટે 3 લાખ કરોડ રૂપિયાની જરૂરિયાત છે અને ચાલુ નાણાકીય વર્ષમાં વળતર સેસ આશરે 65,000 કરોડ રૂપિયા હશે.આને કારણે 2.35 લાખ કરોડ રૂપિયાની જરૂર પડશે.આ અંતરાલમાં, જીએસટી માળખાથી રૂ. 97,000 કરોડનું નુકસાન થયું છે અને કોરોનાવાયરસને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે આવકમાં બાકી આવ્યો છે.કેન્દ્રએ રાજ્યોને બે નિરાકરણની ઓફર કરી છે. પહેલી કે, રાજ્યો માટે રૂ. 97,૦૦૦ કરોડની સુવિધા મેળવવા માટે રિઝર્વ બેંક સાથે કામ કરશે અથવા બજારમાંથી રૂ. 2.35 કરોડ ઉધાર લેશે, જે કેન્દ્રીય બેંક પૂરા પાડશે.


