By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતમાં સૌથી મોટું ભોપાળું સરકાર પાસે લીઝની જમીનનો કોઇ ડેટા નથી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાતમાં સૌથી મોટું ભોપાળું સરકાર પાસે લીઝની જમીનનો કોઇ ડેટા નથી
GandhinagarGeneral

ગુજરાતમાં સૌથી મોટું ભોપાળું સરકાર પાસે લીઝની જમીનનો કોઇ ડેટા નથી

HM News
Last updated: 26/09/2020 12:25 PM
HM News
5 years ago
Share
SHARE

ગાંધીનગર : ગુજરાત સરકારમાં ચાલતી લાલીયાવાડી કેગના રિપોર્ટમાં બહાર આવી છે.સરકાર લીઝ પર જે જમીન આપે છે તેનો સંપૂર્ણ ડેટા ખુદ સરકાર પાસે ઉપલબ્ધ નહીં હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.જમીન વહીવટી સાથેના વ્યવહારમાં મહેસૂલ વિભાગ પાસે ડેટા નથી.

કેગના રિપોર્ટમાં જણાવાયું છે કે સરકાર વિવિધ ઉદ્યોગો અને સંસ્થાઓને લીઝ પર જમીન આપે છે. તેની ફાઇલો ચાલે છે પરંતુ કોને કેટલી લીઝ આપી છે અને ક્યા હેતુ માટે આપી છે તેનો સમગ્ર ડેટા ઉપલબ્ધ નથી.મહેસૂલ વિભાગ સરકારી જમીન આપ્યાનો ડેટા આપી શક્યું નથી.

સરકારી જમીન કોઇ ઉદ્યોગ કે સંસ્થાને આપવામાં આવે તો તેનો ચોક્કસ ડેટા હોવો જરૂરી છે, કેમ કે જમીન સંસાધનની અસરકારકતા માટે આવો ડેટાબેઝ હોવો જોઇએ પરંતુ મહેસૂલ વિભાગ ડેટાની જાળવણીમાં નિષ્ફળ ગયું છે. કેગના રિપોર્ટમા નોંધવામાં આવ્યું છે કે ફાળવણીકારોની લાયકાત નક્કી કરવા માટે તેમજ અરજીઓને આમંત્રણ આપવા માટેના આદેશો કે સૂચનાઓ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા નથી.

રાજ્યના કેટલાક જિલ્લા કલેક્ટરોના દફતરની ચકાસણી કરતાં એવું ધ્યાનમાં આવ્યું છે કે તેમની પાસે સરકારી જમીનની ફાળવણી અથવા જમીનની દેખરેખ રાખવા માટેનું કોઇ તંત્ર અસ્તિત્વમાં નથી.સરકાર લીઝની મંજૂરી આપે છે.લીઝને રિન્યૂ કરી આપે છે પરંતુ નિરીક્ષણ માટેની વ્યવસ્થા શરૂ કરી શક્યું નથી.કચ્છ,દાહોદ અને વડોદરામાં આવી ક્ષતિ બહાર આવી છે.

કચ્છમાં રાજકીય ઘમાસાણ સર્જાયું,નર્મદાનું પાણી પહોંચાડવાની સરકારમાં ઇચ્છાશક્તિ નથી- ભાજપના વરીષ્ઠ નેતા તારાચંદ છેડા
બેંગાલુરુની સહકારી બેંકના રૂ. 1000 કરોડના કૌભાંડમાં એકની ધરપકડ
ચૈત્રી પુર્ણિમા : હિન્દુ નવવર્ષની પહેલી પૂનમનું આ પણ છે મહત્ત્વ
સુરતના ચકચારી આપઘાત પ્રકરણ : PSI અમીતા જોશી ને અપાયું ગાર્ડ ઓફ ઓનર, પિતા ધ્રૂસકે ધ્રુસકે રોઈ પડ્યા
ખુરશીમાં બેસવાની તકરાર, બેંકના ગાર્ડે ફાયરિંગ કરતા મહિલા કર્મી ઈજાગ્રસ્ત
Share This Article
Facebook Email Print
Previous Article રૂ.૧૬.૫૪ લાખના લીલા ગાંજાનું વાવેતર કરતા એકને વ્યક્તિને ઝડપી પાડતી SOG નર્મદા તથા સાગબારા પોલીસ
Next Article ટ્રમ્પે ઇન્કમ ટેક્સ ભરવામાં ગોબાચારી કરી, ન્યૂયોર્ક ટાઇમ્સે અહેવાલ પ્રગટ કર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up