By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાઉતના કાંકરીચાળાથી રાજકારણમાં ભારે હલચલ, હાંફળા ફાંફળા પવાર CM ઠાકરેને મળવા દોડ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રાઉતના કાંકરીચાળાથી રાજકારણમાં ભારે હલચલ, હાંફળા ફાંફળા પવાર CM ઠાકરેને મળવા દોડ્યા
GeneralNationalPolitics

રાઉતના કાંકરીચાળાથી રાજકારણમાં ભારે હલચલ, હાંફળા ફાંફળા પવાર CM ઠાકરેને મળવા દોડ્યા

HM News
Last updated: 28/09/2020 7:22 AM
HM News
5 years ago
Share
SHARE

શિવસેનાના પ્રવક્તા અને વરિષ્ઠ નેતા સંજય રાઉતે ભાજપના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે હોટલમાં બંધ બારણે મુલાકાત કરતા જ શરદ પવાર હરકતમાં આવી ગયા છે.શિવસેના-ભાજપની મુલાકાતથી હાંફળા ફાંફળા થઈ ગયેલા એનસીપી અધ્યક્ષ મારતા મોઢે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવા દોડી આવ્યા હતાં.

એનસીપી ચીફ શરદ પવાર અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વચ્ચે આ બેઠક લગભગ એકાદ કલાક જેટલી લાંબી ચાલી હતી.મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલામાં બંને વચ્ચે મુલાકાત યોજાઈ હતી. જાહેર છે કે,મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપી સાથે મળીને અઘાડી સરકાર ચલાવી રહી છે.

મહારાષ્ટ્રના રાજકીય ગલિયારાઓમાં અચાનક જ ગરમાવો આવી ગયો છે અને બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.એક દિવસ પહેલા જ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની શિવસેના સાંસદ સંજય રાઉત સાથે મુલાકાત થઈ હતી.બંને નેતાઓ વચ્ચે આ મુલાકાત એક હોટલમાં થઈ હતી.જોકે આ મુલાકાત કોઈ રાજકીય ના હોઈ માત્ર સામનામાં દેવેન્દ્ર ફડણવીસનો ઈન્ટરવ્યુ લેવા બાબતે કરવામાં આવી હોવાનું કારણ આગળ ધર્યું હતું.

ફડણવીસ અને સંજય રાઉત વચ્ચે અચાનક હોટલમાં થયેલી ગુપ્ત બેઠકે મહારાષ્ટ્રની રાજનીતિમાં હલચલ મચાવી દીધી છે.હજી તો આ બેઠકને 24 કલાક પણ નથી થયાને એનસીપી અધ્યક્ષ શરદ પવારના કાન સરવા થઈ ગયા છે.તેઓ આજે અચાનક જ ઉદ્ધવ ઠાકરેને મળવા પહોંચ્યા હતાં.બંને વચ્ચે એક કલાક ચર્ચા વિચારણા થઈ હતી.જોકે આ દરમિયાન શું વાતચીત થઈ,કયા મુદ્દે થઈ તેને લઈને કોઈ જ જાણકારી સામે આવી નથી.

જાહેર છે કે, 2019માં મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી.પરંતુ ચૂંટણી પરિણામો સામે આવ્યા બાદ શિવસેના અને ભાજપ વચ્ચે મતભેદ સર્જાયા હ હતાં.ત્યાર બાદ બંને પાર્ટીઓએ ગઠબંધન તોડ્યું હતું.શિવસેનાએ ધુર વિરોધી એવી કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર રચી હતી.જોકે શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધનની સરકારમાં ખટપટ ચાલુ રહી છે. જ્યારે બીજી બાજુ શિવસેના ભાજપ સાથે પણ આકરા પ્રહારો કરતી રહે છે.

IAS ટીના ડાબી અને અતહર ખાનની લવ સ્ટોરીનો ધ એન્ડ, તલાક પર કોર્ટની મહોર
ગુજરાતમાં એકજ દિવસમાં વધુ ૩૩ કોરોના પોઝિટિવ કેસ : ચારના મોત
ભારતીય શેરબજારમાં અફડા તફડી સાથે તેજી તરફી માહોલ યથાવત્…!!
સુરતમાં ‘આપ’ હવે સાફ ભણી : વધુ એક નગરસેવિકાના કેસરિયા
રાણા દંપતીની વધી શકે છે મુશ્કેલી, દાઉદ ગેંગ સાથે સંબંધ હોવાના આરોપમાં નોંધાઈ શકે છે કેસ
Share This Article
Facebook Email Print
Previous Article ‘શિવસેના અને અકાલી દળ વગર NDA અધૂરું’, જાણો ફડણવીસ સાથેની મુલાકાત વિશે રાઉતે શું કહ્યું?
Next Article CAG રિપોર્ટમાં સરકારનો વધુ એક ભાંડો ફૂટ્યો, રેલવેની ખોટને ફાયદામાં ખપાવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up