– બે દિવસ પહેલાં જ ભાજપમાં જોડાયા હતા
પટણા તા.1 ઓક્ટોબર 2020 ગુરૂવાર
બિહારની રાજધાની પટણામાં આજે સવારે મોર્નિંગ વૉક કરવા નીકળેલા ભાજપના એક નેતાની હત્યા થઇ હતી.બેઉર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા તેજ પ્રતાપ નગરમાં સીતારામ ઉત્સવ હૉલ પાસે કેટલાક અજાણ્યાઓએ રાજેશ કુમાર ઝા ઉર્ફે ‘રાજુબાબા’ને ગોળી મારીને ઠાર કર્યા હતા.
આજે સવારે છ વાગ્યાની આસપાસ રાજુબાબા રોજની જેમ મોર્નિંગ વૉક પર નીકળ્યા હતા ત્યારે બે અજાણ્યા યુવાનો બાઇક પર તેમની પાસે આવ્યા હતા અને તેમના લમણા પર પિસ્તોલ વડે ગોળીબાર કર્યો હતો. રાજુબાબા ત્યાં ને ત્યાં મરણ પામ્યા હતા.હજુ તો બે દિવસ પહેલાં રાજુબાબા ભાજપમાં જોડાયા હતા.
સમાચાર મળતાં પોલીસ તરત ઘટનાસ્થળેધસી ગઇ હતી અને આસપાસના સીસીટીવી દ્વારા પગેરું મેળવવાના તથા હત્યારાઓને ઝડપી લેવાના કામમાં લાગી પડી હતી.

