શિવસેના સાંસદ સંજય રાઉતે યુપીના હાથરસમાં ગેંગરેપ પીડિતાના પરિવારને મળવા જઇ રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સાથે કથિત પોલીસ દુર્વ્યવહાર પર યુપીની યોગી સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે.તેમણે રાહુલ ગાંધીની સાથે થયેલી ઘટનાને લોકતંત્રનો ગેંગરેપ ગણાવ્યો છે.સંજય રાઉતે શુક્રવારના રોજ કહ્યું કે જે રીતે રાહુલ ગાંધીનો કોલર પકડયો,ધક્કો માર્યો,પાડ્યા એક રીતે આ દેશના લોકતંત્ર પર ગેંગરેપ છે.આ ગેંગરેપની પણ તપાસ થવી જોઇએ.
શિવસેના સાંસદ સંજય રાઉતે શુક્રવારના રોજ કહ્યું કે એક દલિત છોકરીનો રેપ અને મર્ડર થયું છે.ત્યાં દેશના એક પોલિટિકલ પાર્ટીના મોટા નેતા મળવા જાય છે તો તેમની સાથે આવો વ્યવહાર? તેમણે આગળ કહ્યું કે રાહુલ ગાંધીની સાથે ત્યાંની પોલીસ (યુપી પોલીસ) એ જે રીતે વર્તન કર્યું તેનું સમર્થન દેશમાં કોઇ કરી શકતું નથી.રાહુલ ગાંધી ઇન્દિરા ગાંધીના પૌત્ર છે અને રાજીવ ગાંધીના દીકરા છે.આ આપણે ભૂલવું જોઇએ નહીં.આ લોકોએ દેશ માટે શહીદ થયા છે.
…જેથી કરીને દુનિયાની સામે નહીં આવે ન્યાયની માંગણી માટે
આની પહેલાં શિવસેના સાંસદ સંજય રાઉતે ઉત્તર પ્રદેશના હાથરસમાં પીડિતાના પરિવારને મળવા જઇ રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સાથે કથિત પોલીસ દુર્વ્યવહારની આલોચના કરી છે.રાઉતે કહ્યું કે તેમનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો હતો કે ગરીબ છોકરી અને તેમના પરિવારની તરફથી ન્યાયની માંગણી દુનિયાની સામે આવ્યા નહીં. આપને જણાવી દઇએ કે રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત સેંકડો કોંગ્રેસ કાર્યકર્તાઓને નોઇડા પોલીસે જતા રોકી દીધા હતા.
ઉત્તર પ્રદે ના હાથરસમાં અનુસૂચિત જાતિની યુવતી સાથે થયેલા સામૂહિક દુષ્કર્મ અને હત્યા બાદ રમાઈ રહેલા રાજકારણમાં હવે શિવસેનાની પણ એન્ટ્રી થઈ ગઈ છે.શિવસેનાના નેતા સંજય રાઉતે કથિત રીતે રાહુલ ગાંધીનો કોલર પકડવાના મામલે નિવેદન આપતા તેને લોકતંત્રનું અપમાન ગણાવ્યું અને તેની તપાસની માગણી કરી છે.
સંજય રાઉતે કહ્યું કે ‘જે પ્રકારે રાહુલ ગાંધીનો કોલર પકડ્યો, ધક્કો માર્યો, પાડ્યા.આ એક પ્રકારે આ દેશના લોકતંત્રનો ગેંગરેપ છે.આ ગેંગરેપની પણ તપાસ થવી જોઈએ.’ રાઉતે કહ્યું કે ‘રાહુલ ગાંધી એક રાષ્ટ્રીય નેતા છે.કોંગ્રેસ સાથે શિવસેનાના પણ અનેક મુદ્દાઓ પર મતભેદ છે પરંતુ તેમના નેતા સાથે આ પ્રકારનો વ્યવહાર તો સહન ન કરી શકાય.’
સંજય રાઉતે કહ્યું કે યુપી પોલીસે રાહુલ ગાંધી સાથે જે પ્રકારનું વર્તન કર્યું, તેને દેશમાં કોઈ સમર્થન આપી શકે નહીં.રાહુલ ગાંધી ઈન્દિરા ગાંધીના પૌત્ર છે અને રાજીવ ગાંધીના પુત્ર છે તે ભૂલવું જોઈએ નહીં.આ લોકોએ દેશ માટે બલિદાન આપ્યા છે.રાહુલ ગાંધીને હાથરસમાં પીડિત પરિવારને મળવાની મંજૂરી મળવી જોઈતી હતી.
અત્રે જણાવવાનું કે હાથરસ જિલ્લામાં એક ગામમાં રહેતી 19 વર્ષની અનુસૂચિત જાતિની યુવતી સાથે ગેંગરેપ બાદ કમર અને ગળાના ભાગમાં ઈજા કરવામાં આવી. તેની જીભ પણ કાપી લેવાઈ હતી. પરિવારજનોએ તેને પહેલા અલીગઢની જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજમાં દાખલ કરી હતી.ત્યારબાદ હાલતમાં કોઈ સુધારો ન થતા દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રેફર કરવામાં આવી. જ્યાં મંગળવારે વહેલી સવારે પીડિત યુવતીનું મૃત્યુ થયું.
આ ઘટના બાદથી સમગ્ર દેશમાં ઠેર ઠેર પ્રદર્શન થઈ રહ્યા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ કેસ ગંભીરતાથી લઈને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફોન કરીને આ અંગે કડક કાર્યવાહી કરવા કહ્યું છે.આ મામલે પીડિતાના પરિજનોને મળવા નીકળેલા રાહુલ ગાધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને ડીએનડી પર યુપી પોલીસે રોક્યા હતાં.
આ દરમિયાન ધક્કામુક્કી થઈ અને રાહુલ ગાંધી જમીન પર પડ્યા.ત્યારબાદ પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ધરપકડ કરી હતી તથા ગ્રેટર નોઈડાના બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટમાં બંધ કરી દીધા.લગભગ અડધો કલાક ત્યાં રાખ્યા બાદ તેમને છોડી મૂકવામાં આવ્યાં.ત્યારબાદ બંને ભાઈ બહેન દિલ્હી પાછા જતા રહ્યાં.


