કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે પોલીસે કરેલા દુર્વ્યવહારના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.ગુજરાત કોંગ્રેસમાં પણ રોષ ફેલાયો છે.સુરત અને જામનગરમાં કોંગ્રેસના કાર્યકરોએ ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને યુપી પોલીસ વિરુદ્ધ દેખાવ કર્યા હતા.અને યોગી આદિત્યનાથના પૂતળાનું દહન કરી રોષ ઠાલવ્યો.. વડોદરામાં પણ કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા.અને ઉત્તર પ્રદેશ પોલીસ અને સીએમ યોગી આદિત્યનાથ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યા..
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ઉત્તર પ્રદેશના હાથરસમાં રાહુલ ગાંધીની અટકાયત મામલે નિવેદન આપ્યું હતુ. તેઓએ કહ્યું હતુ કે અમારા નેતા રાહુલ ગાંધી સાથે યુપી પોલીસે દુર્વ્યવહાર કર્યો હતો.આ કોઈ રાજકીય કાર્યક્રમ કે પ્રવાસ નહતો.રાહુલ ગાંધી માત્ર પીડિત પરિવારને સાંત્વના આપવા જઈ રહ્યા હતા. યુપી સહિત દેશમાં ભાજપની સરમુખત્યાર શાહી ચાલે છે.કોંગ્રેસ અંગ્રેજોના અત્યાચાર સામે લડ્યા હતા.હવે સરકાર સામે લડવાનું છે.દેશમા સરકારનો ચેહરો બહાર આવ્યો છે. ભાજપ સરકારને પોતાની ચિંતા છે.દેશની દીકરીની ચિંતા નથી.આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે.આ મામલે કોંગ્રેસ આગામી દિવસોમાં રોડ રસ્તા પર આવી કાર્યક્રમ કરશે.
ઉત્તરપ્રદેશના હાથરસની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા.રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રાની ધરપકડ અને પોલીસના દુર્વ્યવહાર સામે ગુજરાત કોંગ્રેસમાં રોષ છે. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયે કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું.ચક્કાજામ,અને પૂતળુ બાળવાનો પ્રયાસ કરતાં પોલીસ સાથે ઘર્ષણ થયું.પોલીસે પૂતળું ઝૂંટવી કાર્યકરોની અટકાયત કરી.હાથરસની પીડિતાને ન્યાય મળે તે માચે કેન્ડલ માર્ચ કરી હતી.
રાજકોટમાં પણ કોંગ્રેસના કાર્યકરો યુપી સરકાર સામે રોષે ભરાયા.શહેરના ત્રિકોણીયા બાગ વિસ્તારમાં કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોએ પૂતળા દહન કરીને રોષ ઠાલવ્યો.પોલીસે 15 જેટલા કાર્યકરોની અટકાયત કરી.
યુપીના હાથરસમાં રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં સાણંદ ખાતે યુપીના મુખ્યમંત્રીના પુતળાનું દહન કરાયું. આ કાર્યક્રમમાં જીલ્લા કોગ્રેસના પ્રમુખ પંકજસિંહ વાઘેલા વિપક્ષ નેતા અમરસિંહ સોલંકી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વીરજીભાઇ પટેલ.. શહેર કોગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ ઝાલા નગરપાલિકાના વિપક્ષ નેતા ધર્મેશભાઈ સહિત કોગ્રેસના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
રાહુલ ગાંધી સાથે યુપી પોલીસે કરેલા દુર્વ્યવહાર સામે કચ્છ જિલ્લા કોંગ્રેસમાં પણ વિરોધ ઉઠ્યો છે.ભૂજમાં જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું.દરમિયાન પોલીસે 20 જેટલા કાર્યકરોની અટકાયત કરી.


