સુરતના લીંબાયત વિસ્તારમાં રાહત કીટ વિતરણના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા.ભાજપના ધારાસભ્યની ઉપસ્થિતિમાં મહિલાઓને રાહત કીટનું વિતરણ થતુ હતુ.તે દરમિયાન મોટી સંખ્યાં મહિલાઓ ઉમટી પડી હતી.
એટલુ જ નહી મહિલાઓ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ ભુલી ગઈ હતી.શહેર પોલીસ કમિશનરના જાહેરનામા અને પાલિકાના નિયમોને નેવે મુકાયા હોય તેવો વીડિયો વાયરલ થયો છે.વાયરલ વીડીયો અંગે ધારાસભ્યનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો.છતાં ધારાસભ્ય તરફથી કોઈ પ્રતિક્રિયા જોવા મળી નહોતી.


