નવી દિલ્હી તા. 12 : કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે અનલોક 5.0 અંતર્ગત 15 ઓકટોબરથી સ્કુલ ખોલવાનો રસ્તો સ્પષ્ટ કરી દીધો છે.તેમ છતા આ મામલે મોટાભાગના રાજયો સ્કુલ ખોલવા નથી માગતા. જયારે ગણ્યાગાંઠયા રાજયો સ્કુલ ખોલવા માગે છે.કેટલાક રાજયોએ દિવાળીના તહેવારો બાદ સ્કુલ ખોલવાનો નિર્ણય લીધો છે.આ બધા વચ્ચે મોટાભાગના વાલીઓ હાલ તેમના સંતાનોને સ્કુલમાં મોકલવાની તરફેણમાં નથી.
જે રાજયો સ્કુલ ખોલવા માગે છે.તેમાં ઉતરપ્રદેશ,ઉતરાખંડ,હરિયાણાનો સમાવેશ થાય છે.જયારે જે રાજયો સ્કુલો ખોલવા નથી માગતા કે આ બારામાં કોઇ નિર્ણય નથી લીધો તેવા રાજયોમાં આંધ્રપ્રદેશ,અસમ,બિહાર,ચંડીગઢ,છતીસગઢ,દિલ્હી,ગોવા,ગુજરાત,હિમાચલ પ્રદેશ,ઝારખંડ,કેરલ,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર,ઓરિસ્સા,પંજાબ, રાજસ્થાન,તમિલનાડુ તેલંગાણા,પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.કેટલાક રાજયોને એટલા માટે સ્કુલ ફરી ખોલવાની જરૂરિયાત ઉભી થઇ છે કારણ કે જે વિધાર્થીઓ પાસે ઇન્ટરનેટની સુવિધા નથી તેઓ પાછળ ન રહી જાય.હરિયાણાની બધી જ સરકારી સ્કુલો ખુલી ગઇ છે.ઉતરપ્રદેશ અને ઉતરાખંડમાં ઓકટોબરના ત્રીજા સપ્તાહથી સ્કુલ ખુલી જશે.

