આખા દેશમાં કોરોનાનું સૌથી વધારે સંક્રમણ મહારાષ્ટ્રમાં છે.જેના પગલે મહારાષ્ટ્ર સરકારે ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી નથી.જોકે હવે ભાજપે તેને વિરોધનો મુદ્દો બનાવ્યો છે.ભાજપે શિરડી સહિતના મહારાષ્ટ્રના મંદિર ખોલવા માટે દેખાવો કર્યા છે ત્યારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેને પત્ર લખીને કહ્યુ છે કે,ચાર મહિના થઈ ગયા પણ હજી ધાર્મિક સ્થળો ખુલ્યા નથી.
રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીનો મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેને પત્ર
દિલ્હીમાં કોરોનાના કેસ વધ્યા છે છતા ત્યાં ધાર્મિક સ્થળો ખુલ્લા મુકાયા છે.એક તરફ બાર અને રેસ્ટોરન્ટ ખુલ્યા છે અને બીજી તરફ મંદિરો ખોલવામાં આવ્યા નથી.તમે( ઉધ્ધવ ઠાકરે) હિન્દુત્વના સમર્થક રહ્યા છો.બીજી તરફ ઉધ્ધવ ઠાકરેએ કહ્યું છે કે,મારે હિન્દુત્વનુ સર્ટિફિકેટ તમારી પાસેથી લેવાની જરુર નથી.માત્ર મંદિર ખોલવાથી જ હિન્દુત્વ સાબિત થશે.
સિધ્ધિ વિનાયક મંદિર બહાર ભાજપે દેખાવો કરીને પૂજા સ્થળો ખોલવાની માંગ કરી
બીજી તરફ મુંબઈના સુપ્રસિધ્ધ સિધ્ધિ વિનાયક મંદિર બહાર ભાજપે દેખાવો કરીને પૂજા સ્થળો ખોલવાની માંગ કરી હતી.પોલીસે સંખ્યાબંધ કાર્યકરોની અટકાયત પણ કરી છે.ભાજપે રસ્તા પર આરતી કરીને પણ વિરોધ વ્યક્ત કર્યો હતો.જ્યારે સુપ્રસિધ્ધ તીર્થધામ શિરડીમાં મંદિર ખોલવા માટે ભાજપના કાર્યકરો અનશન પર ઉતર્યા છે.અહીંયા ભજન પણ કરવામાં આવી રહ્યુ છે.


