વલસાડ માં ખાણ ખનીજ વિભાગ ભર ઉંઘ માં પોઢી ગયું અને રેતી ચોરો કામે લાગ્યા,અસરગ્રસ્ત ગામો ના લોકો એ કહ્યું અમને બચાવો નહી તો જમીનો જતી રહેશે !

476

વલસાડ માં રેતી ચોર ઈસમો હવે સ્થાનિક તંત્ર ને ખિસ્સા માં લઇ ઔરંગાનદી પશ્ચિમે કોસંબા સુધીના ખાંજણ સુધી નદીમાંથી રેતીનું ખનન કરી રહ્યા છે પરિણામે કોસંબા,ભાગડાવડા,ભદેલી જગાલાલા અને ભાગડાખુર્દના ગામોની ખેતીની જમીન સામે સવાલો ઉઠ્યા છે.છેલ્લા 1 વર્ષથી રેતીના માફિયાઓ અહીં મનમાની કરી રહ્યા છે.વલસાડ શહેરના લીલાપોરથી લઇ કોસંબા સુધીના વિસ્તારમાં રેતીચોર ઈસમો બિન્દાસ રેતી ખનનની પ્રવૃત્તિ કરી રહ્યા છે જેને લઈ અસરગ્રસ્ત ગામો ની ગ્રામપંચાયતોએ ઠરાવો કરી રેતી ખનન રોકવાની માગ કરી છે.જો આ ગેરકાયદે ખનનનો વેપલો બંધ ન થાય તો તેમની જમીનો ધોવાણમાં જશે અને તેઓ આર્થિક રીતે પાયમાલ થઇ જશે તેવી ભીતિ વ્યક્ત થઈ છે.દરમિયાન વલસાડના કોસંબા,ભાગડાવડા,ભદેલી જગાલાલા અને ભાગડાખૂર્દ ગામના સરપંચો,સભ્યો,જિ.પં.ના સભ્ય વંદના દામાભાઇ ટંડેલ અને તા.પં.ના સભ્ય તનુજાબેન દિલીપકુમાર ટંડેલ કલકેટર આર.આર.રાવલને ફરિયાદ કરી ગેરકાયદે રેતીખનન અટકાવવા માંગ કરી છે ત્યારે ખાણ ખનીજ ની કામગીરી સામે સવાલો ઉઠી રહયા છે.

Share Now