હાલમાં અર્નબ ગોસ્વામી ટ્રેન્ડમાં છે.ત્યારે ઘણીવાર તેને લઈને બબાલ વધી જતી જોવા મળે છે.આ બધાની વચ્ચે હાસ્ય કલાકાર કિકુ શારદાએ ‘કપિલ શર્મા શો’માં રિપબ્લિક ટીવીના અર્નબ ગોસ્વામીની નકલ કરી હતી,જેના કારણે કેટલાક દર્શકો ગુસ્સે થઈ ગયા હતા અને શોના બહિષ્કારની માંગ કરી હતી.હવે આ અંગે કિકુ શારદાએ પોતાનો જવાબ આપ્યો છે.
કિકુ શારદાના કહેવા પર આ કોમેડી એક્ટ અંગે અર્નબ પાસેથી તેને કંઇ પ્રતિક્રિયા મળી નથી.બોલિવૂડની એક વેબબસાઈટના અહેવાલ મુજબ કિકુએ કહ્યું કે, “ના, કંઇ પણ નહીં,મેને અર્ણબ અથવા તેની ટીમ તરફથી કોઈ પણ પ્રકારની વાત સાંભળવા મળી નથી.અર્ણબ ગોસ્વામી પર કરેલી એક્ટની ટીકાના જવાબમાં તેમણે કહ્યું કે,મને એવા મેસેજ આવતા રહે છે.જો તમને કંઈક ન ગમે તો તમે ચોક્કસપણે તેના વિશે વાત કરી શકો છો.પરંતુ વાત કરવાની પણ એક રીત છે.જ્યારે લોકો આવી રીતે અયોગ્ય ભાષાનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે ત્યારે હું નિરાશ થઈ જાઉં છું.
કિકુ શારદાએ આગળ વાત કરી કે,અમે અમારા શોમાં તમામ પ્રકારના કોમેડીનો સમાવેશ કરીએ છીએ.અવાજ ઉઠાવવો એ સારી બાબત છે,પરંતુ કેટલીકવાર લોકો તેમના મંતવ્યો વ્યક્ત કરે છે અને હરકતો કરવાનું શરૂ કરી દે છે.આવા સેમેજ આવ્યા છે અને આવતા પણ રહેશે,એનાાથી કોઈ ફરક નથી પડતો.તેમ છતાં અમે કેબીસીની એક્ટ પણ કરીએ છીએ.અમે મોટા મોટા કલાકારોની પણ નકલ કરીએ છીએ.ઉલ્લેખનીય છે કે કપિલ શર્માના હાલના એપિસોડમાં કિકુ શારદાએ અર્નબ ગોસ્વામીના સમાચાર વાંચવાની ભૂમિકા ભજવી હતી અને તેની સ્ટાઈલમાં બ્રેકિંગ ન્યૂઝ પર પ્રતિક્રિયા આપી હતી

