બિહાર વિધાનસભાની ચુંટણીમાં એક આઇએએસ ઓફિસરની પત્ની ભારે ચર્ચામાં છે.કારણ કે,લાલુપ્રસાદની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ ( આરજેડી)એ આઇએએસ ઓફિસરની પત્નિને ચુનાવી મેદાનમાં ઉતારી છે.એનું નામ છે રિતુ જયસ્વાલ.રિતુએ ઘણા વર્ષો પહેલાં વૈભવી જીવન છોડીને ગામડાંમાં રહીને સેવા કરવાનું નક્કી કર્યું હતુ.અને ટુંકા ગાળામાં સરાહનીય કામ કરીને લોકપ્રિય બની ગઇ. રિતુની લોકપ્રિયતાનો કેચ કરવા માટે આરજેડીએ ચુંટણીમાં દાવ રમ્યો છે. આરજેડીએ રિતુને સીતામઢી જિલ્લાના પરિહાર વિધાનસભા બેઠક પરથી ટિકીટ આપી છે.બિહારની ચુંટણીમાં પહેલીવાર ઝંપલાવનાર રિતુ કોણ છે તે જાણીએ
બિહારના હાજીપુરમાં રહેતી રિતુ જયસ્વાલના લગ્ન 1995 બેચના આઇએએસ ઓફિસર અરૂણ કુમાર સાથે થયા હતા.1996માં લગ્ન થયા પછી રિતુ દિલ્લીમાં એક પબ્લીક સ્કુલમાં ભણાવતી હતી.કેટલાંક વર્ષો પહેલાં રિતુ તેના પતિ સાથે સાસરાંના ગામ સિંહવાહિની પંચાયતની મુલાકાતે ગઇ હતી.તેણે ગામની હાલત જોઇને સમાજસેવા કરવાનું અને શહેરીની જિંદગી છોડીને ગામમાં આવીને વસવાનુ નક્કી કર્યું.
રિતુ 2016માં પંચાયત પ્રમુખની ચુંટણી લડીને રેકર્ડ બ્રેક મતથી ચુંટણી જીતીને પંચાયત પ્રમુખ બની ગઇ.પંચાયત પ્રમખ બનનારી પ્રમુખ પહેલી મહિલા બની હતી. રિતુએ ગામમાં સરાહનીય કામ કર્યા અને અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ પણ મેળવ્યા.
રિતુના બે સંતાનો છે એક પુત્ર અને એક પુત્રી. તેણીના પતિએ રિતુની મદદમાં જોડાવામાં 2018માં વીઆરએસ લઇ લીધું હતું.તેઓ પણ અત્યારે રિતુ સાથે કામ કરી રહ્યા છે.રિતુ પહેલીવાર વિધાનસભાની ચુંટણી લડી રહી છે.તેજસ્વી યાદવ અને તેની પાર્ટી આરજેડીએ રિતુ પર વિશ્વાસ મુકીને ચુનાવી મેદાનમાં ઉતારી છે. રિતુની એક ખાસ વાત એ છે કે તે નિયમિત લોકોની વચ્ચે રહે છે અને સોશિયલ મીડિયા પર પણ લોકપ્રિય છે.


