ગુજરાતીઓએ વર્ષ 2017થી માંડીને 2019 એમ ત્રણ વર્ષમાં ચોરી,લૂંટ,ધાડ,ઘરફોડમાં રૂ.760 કરોડ જેટલી રકમ ગુમાવી છે,જેની સામે ગુજરાત પોલીસ માંડ 188.40 કરોડની રકમ જ પીડિતોને અપાવી શકી છે.આનો મતલબ એ થાય છે કે,ચોરી,લૂંટ,ધાડ-ઘરફોડમાં ગુમાવેલી 75 ટકા રકમ તો પરત જ મળતી નથી,પોલીસ માંડ 25 ટકા જ રિકવરી કરી શકે છે.
રિકવરી મામલે ગુજરાત કરતાં તામિલનાડુ અને ઉત્તરાખંડ પોલીસ આગળ પડતી છે,વર્ષ 2019માં જ તામિલનાડુ પોલીસ 68 ટકા કરતાં વધુ લોકોને તેમનાં પરસેવાના નાણાં પરત અપાવી શકી છે, એ જ રીતે ઉત્તરાખંડ પોલીસે 62.7 ટકા નાણાં રિકવર કયર્િ છે.નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના લેટેસ્ટ રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે.
એનસીઆરબીના આ રિપોર્ટ પ્રમાણે વર્ષ 2019માં લૂંટ, ધાડ વગેરેમાં ગુજરાતીઓએ 202.6 કરોડ ગુમાવ્યા છે,જેમાંથી પોલીસ 56.3 કરોડ એટલે કે 27.8 ટકા નાણાં રિકવર કરી શકી છે, વર્ષ 2018માં 311.7 કરોડ ગુમાવ્યા હતા,જેમાંથી 80.6 કરોડ એટલે કે 25.9 કરોડ રિકવર થયા હતા,એ જ રીતે વર્ષ 2017માં 245.6 કરોડમાંથી 51.5 કરોડ એટલે કે 21.0 ટકા નાણાં રિકવર કરી શકાયા હતા.
સમગ્ર દેશની સ્થિતિનો ચિતાર રજૂ કરતાં આ અહેવાલમાં કહેવાયું છે કે,વર્ષ 2019માં સૌથી વધુ રકમ રેસિડેન્સિયલ પ્રિમાઈસિસમાંથી લોકોએ ગુમાવી છે, જેમાં 2.92 લાખ કેસ નોંધાયા હતા,જેની કિંમત2016 કરોડ કરતાં વધુ થાય છે.આ ઉપરાંત હાઈવે, રેલવે, એરપોર્ટ, સ્કૂલ-કોલેજ, બેંક, એટીએમ વગેરે સ્થળે નોંધાયેલા ગુનામાં મિલકત ગુમાવવાનો વારો આવ્યો હતો.
વર્ષ 2019માં દેશમાં કુલ 4,719.2 કરોડની લોકોએ મતા ગુમાવી હતી,જેમાંથી 1451.6 કરોડ એટલે કે 30.8 ટકાની રિકવરીથઈ શકી હતી.જાણકારો કહે છે કે, ગુજરાતમાં સંખ્યાબંધ કેસમાંફરિયાદ નોંધાતી નથી,લૂંટ-ધાડ વગેરેમાં નાણાં ગુમાવવાનો વાસ્તવિક આંક ખૂબ ઊંચો છે.
ગુજરાતમાં ભાજપ્ના નેતાઓ શાંતિ-સુરક્ષાના ગાણાં ગાતા થાકતા નથી,જોકે એનસીઆરબીના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં સિનિયર સિટિઝનો અસલામત છે.દેશના અન્ય રાજ્યોની સરખામણીએ વૃદ્ધો વિરુદ્ધના ગુનામાં ગુજરાત ટોચ પર છે.ગુજરાતમાં વર્ષ 2019માં 4,088 વૃદ્ધો વિરુદ્ધના ગુના નોંધાયા છે.સૌથી વધુ મહારાષ્ટ્રમાં 6,163, મધ્યપ્રદેશમાં 4,184 ગુના નોંધાયા છે.ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે.ગુજરાતમાં વૃદ્ધો વિરુદ્ધના ગુનામાં 66 હત્યા, 231 મારામારી અને 531 ચોરીના કેસ સામેલ છે. ગત વર્ષની સરખામણીએ વૃદ્ધો વિરુદ્ધ મારામારીના કિસ્સામાં 98 ટકાનો વધારો થયો છે.


