ગ્રામ્ય વિસ્તારની એક લાખ ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળની જમીનમાં રહેઠાણ.કોમર્શિયલ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સહિત કોઈપણ બાંધકામના પ્લાન પાસ કરાવવા માટે નાયબ નગર નિયોજક કચેરી ને સત્તાઓ આપવામાં આવી છે.
અગાઉ આ કામ માત્ર ગુજરાત રાજ્ય નગર નિયોજક અને મૂલ્યાંકન ખાતા ગાંધીનગર ની વડી કચેરી ખાતે જ થતું હતું.હવે તેમાં બદલાવ લાવીને ગ્રામ્ય વિસ્તારના પ્લાન પાસ કરાવવા માટે હવે ગાંધીનગર સુધી લાંબુ થવું પડશે નહીં.
આ અંગે ગુજરાત રાજ્ય નગર આયોજન અને મૂલ્યાંકન ખાતા દ્વારા મહત્વનો પરીપત્ર કરી દેવામાં આવ્યો છે.તેમાં જણાવ્યું છે કે સરકાર કે મુખ્ય નગર નિયોજક કક્ષાએથી એક લાખ ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળની જમીનમાં નવા પ્લાન ની કે રિવાઇઝડ પ્લાન ની મુખ્ય નગર નિયોજક કક્ષાએ મંજૂરી મેળવવાની કોઇ લેખિત સૂચના ધ્યાને આવી નથી.
વધુમાં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ 1976 અને નિયમ 1979 મુજબ પણ આવી પરવાનગી આપવાની બાબત મુખ્ય નગર નિયોજક ની સતા કે કામગીરી હેઠળ હોવાની કોઈ સ્પષ્ટતા નથી આથી આ અંગેની તમામ કામગીરી નાયબ નગર નિયોજક કચેરી ની પાસે રહેશે.


