નવી દિલ્હી : કોરોના વાયરસના વધતાં મામલા વચ્ચે ફ્રાંસે સમગ્ર દેશમાં સાર્વજનિક સ્વાસ્થ્ય સ્થળોને લઈ ઈમરજન્સીની જાહેરાત કરી છે.તેનાથી ફ્રાંસના તંત્રને અનેક પ્રકારની સત્તા મળશે.જેનો ઉપયોગ તેઓ કોરોનાનું સંક્રમણ રોકવા બનાવેલા નિયમો લાગુ કરવામાં કરી શકશે.કોરોના અટકાવવા કયા પ્રકારના પગલાં ભરવામાં આવશે તેની જાણકારી આપવામાં આવી નથી. સરકાર લોકોના સ્વાસ્થ્યને લઈ કેટલાક ખાસ પગલાં ભરશે તેમ માનવામાં આવી રહ્યું છે.
ફ્રાંસમાં કોરોના વાયરસના કુલ કેસ ૭,૭૯,૦૬૩ પર પહોંચ્યા છે.છેલ્લા ૨૪ કલાકમાં ૨૨,૫૯૧ નવા કેસ આવ્યા છે અને ૧૦૪ લોકોના મોત થયા છે.વર્લ્ડોમીટર મુજબ ફ્રાંસમાં કોરોનાથી મૃતકોની સંખ્યા ૩૩,૦૩૭ સુધી પહોંચી છે.

