-હત્યારા ધીરેન્દ્ર પ્રતાપ સિંઘને ટેકો કેમ આપ્યો હતો ?
નવી દિલ્હી તા. 19 : ઉત્તર પ્રદેશના બલિયાના ધારાસભ્ય સુરેન્દ્ર સિંઘને ભાજપે નોટિસ મોકલી હતી અને તેમના વર્તનનો ખુલાસો માગ્યો હતો,ગયા સપ્તાહે બલિયાના એક ગામમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસના ઉપરી અધિકારીઓની હાજરીમાં એક ધીરેન્દ્ર પ્રતાપ સિંઘે ગોળીબાર કરીને 46 વર્ષના એક માણસની હત્યા કરી હતી અને ત્યાંથી નાસી ગયો હતો.
છેક 2011થી ધીરેન્દ્ર પોતે ભાજપનો સક્રિય કાર્યકર હોવાનો દાવો ફેસબુક પર કરતો હતો.એણે કરેલી હત્યાનો બચવા ધારાસભ્ય સુરેન્દ્ર સિંઘે કર્યો હતો.ધીરેન્દ્રના સુરેન્દ્ર સિંઘ સાથેના ફોટોગ્રાફ્સ પણ સોશ્યલ મિડિયા પર હતા.
ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાએ ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંઘને બલિયાના ધારાસભ્યના વર્તન માટે ખાસ ફોન કર્યો હતો અને કહ્યું હતું કે સુરેન્દ્ર સિંઘ પાસે ખુલાસો માગજો કે એક હત્યારાનો બચાવ કરવાની શી જરૂર હતી. ધીરેન્દ્ર હત્યા કર્યા પછી નાસી ગયો ત્યારે ધારાસભ્યે એનો બચાવ કરતું નિવેદન પ્રગટ કર્યું હતું અને કહ્યું હતું કે ધીરેન્દ્રને સ્વબચાવમાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી. સામેના પક્ષે એમના પર હુમલો કર્યો હતો.સુરેન્દ્ર સિંઘે પોલીસની ટુકડી સાથે જઇને ધીરેન્દ્ર પ્રતાપ સિંઘના પરિવારની મુલાકાત પણ લીધી હતી અને ધીરેન્દ્રને પોતાનો ટેકો જાહેર કર્યો હતો.


