અમદાવાદ : શહેરના વાડજ વિસ્તારમાં મહિલા વકિલ સાથે બળાત્કારની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.છૂટાછેડા કરાવવા આવેલા શખ્સે મહિલા વકીલને લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હતો.આ અંગે મહિલા વકીલે પંકજ મકવાણા નામના શખ્સ સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
મળતી વિગતો પ્રમાણે છૂટાછેડા માટે આવેલા પંકજ મકવાણાએ મહિલા વકિલને લગ્નની લાલચ આપી હતી.જેમાં મહિલા વકિલ ફસાઇ ગઈ હતી.તેમજ પંકજે મહિલાને લાલચ આપીને તેની સાથે પરાણે સંબંધ બાંધ્યા હતા.પંકજ મહિલાને બીજી વખત મળવા ગયો ત્યારે કેફીન પદાર્થ પીવડાવીને બેભાન કરીને અશ્લીલ વિડિયો બનાવ્યો હતો.
આ પછી પંકજે પોત પ્રકાશ્યું હતું અને શારીરિક સંબંધ નહી રાખે તો વિડિઓ વાયરલ કરવાની ધમકી આપી હતી.છતાં પણ મહિલા વકીલે ના પાડતા યુવકે ઘરે આવીને બબાલ કરી હતી.વાડજ પોલીસે પંકજ મકવાણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.