નાયબ મામલતદારોને પ્રમોશન આપીને મામલતદાર બનાવવાની લાંબા સમયથી અટકી પડેલી પ્રક્રિયા શરૂ થઈ છે.ગઇકાલે મોડી સાંજે રાજ્યના રેવન્યુ વિભાગ તરફથી સૌરાષ્ટ્રના ૧૩ સહિત રાજ્યના ૩૯ નાયબ મામલતદારોને પ્રમોશન આપીને મામલતદાર બનાવ્યા છે.
સૌરાષ્ટ્રના જે ૧૩ નાયબ મામલતદારને પ્રમોશન મળ્યા છે તેમાં પોરબંદરના રાયચુરા,અટારા,મૂળીયાશિયા,નકુમ,સુરેન્દ્રનગરના ગઢવી,શુક્લ,ગામી,ઝીડ,મોરબીના કણઝરીયા,જામનગરના વસોયા,રાજકોટના જીંજરિયા,જૂનાગઢના પરમાર અને સુરેન્દ્રનગરના જે.ટી. રાવલનો સમાવેશ થાય છે.
પ્રમોશનની સાથોસાથ બદલી પણ કરવામાં આવી છે અને તેમાં જૂનાગઢ જિલ્લામાં માંગરોળ, કેશોદ, જામનગર જિલ્લામાં ધ્રોળ, રાજકોટ જિલ્લામાં કંડોરણા,ગોંડલ, ટંકારા,કોટડા સાંગાણી, ભાવનગર જિલ્લામાં ઘોઘા, અમરેલી જિલ્લામાં વડીયા વગેરે શહેરોમાં ખાલી પડેલી મામલતદારોની જગ્યા ભરી દેવામાં આવી છે.
હાલ રાજ્યમાં ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી યોજાઇ રહી છે.તે બાબતને ધ્યાનમાં રાખીને વડોદરા,સુરેન્દ્રનગર,મોરબી જિલ્લામાં જે નાયબ મામલતદાર ચૂંટણી અંગેની કામગીરીમાં જોડાયેલા હોય અને પ્રમોશનના લિસ્ટમાં તેમનું નામ આવી ગયું હોય તેવા નાયબ મામલતદારોને હાલ તુરત મૂળ સ્થાને યથાવત્ રાખવા જણાવાયુ છે.


