મુંબઈ તા.22 : કોરોનાકાળના ઝટકામાંથી અર્થતંત્ર ઝડપભેર બહાર આવી રહ્યું છે અને સંપૂર્ણ રિકવરીના આરે છે.સરકાર તથા રિઝર્વ બેંક સંયુક્ત રીતે પગલા લઈ રહી હોવાનું રિઝર્વ બેંકના ગવર્નર શશીકાંતદાસે જણાવ્યું હતું.વિકાસની ગાડીને પાટે ચડાવવા માટે નાણાકીયથી માંડીને તમામ પ્રકારની સહાય આપવાની પ્રતિબદ્ધતા છે.
તેઓએ કહ્યું કે કોરોના મામારીથી લાગેલા ઝટકા બાદ અર્થતંત્ર ચેતનવંતુ બનવાના આરે છે.સંખ્યાબંધ કોર્પોરેટ કંપનીઓએ કરોડો રૂપિયા એકત્રીત કર્યા છે તે સારી નિશાની છે. આર્થિક સંકટમાંથી બહાર આવવાની સાથોસાથ વિકાસને પણ કેન્દ્રમાં રાખીને મૂડી ઉભી કરવા કહેવાયુ છે.સરકારે હાલ કોરોનાના પડકારને પહોંચી વળવા માટે અર્થતંત્ર પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.એક વખત મહામારી કાબૂમાં આવી જાય ત્યારબાદ સરકાર નાણાંખાધને નિયંત્રીત કરવા સહિતનો રોડમેપ તૈયાર કરશે પણ વધારો થશે.મહારાષ્ટ્રમાં સરકારે સ્ટેમ્પ ડયુટીમાં ઘટાડો કર્યા બાદ પુના સહિતના શહેરોમાં દસ્તાવેજોની સંખ્યા તથા સરકારની આવકમાં મોટો વધારો થયો છે.
REAL ESTATEમાં રિકવરી ટ્રેન્ડ! ગુજરાતમાં છ મહિનામાં 4.76 લાખ દસ્તાવેજોની નોંધણી
Leave a Comment

