અમદાવાદ/કચ્છ, 22 ઓક્ટોબર : કચ્છનાં દુધઈ,જામનગરના લાલપુર અને પોરબંદરમાં અને સૌરાષ્ટ્રમાં છેલ્લા 6 કલાકમાં 10 થી વધારે ભૂકંપના આંચકા નો અનુભવ કરવામાં આવ્યો છે,દર વખતે ભૂકંપના આંચકા વખતે લોકો ગભરાટનાં માર્યા ઘરની બહાર દોડી આવતા હતા.સિસ્મોલોજી ડીપાર્ટમેન્ટનાં જણાવ્યા મુજબ જામનગરના લાલપુરમાં 2 આંચકા,પોરબંદરમાં 7 આંચકા અને કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં છેલ્લા 6 કલાકમાં 10થી વધારે વખત આંચકા અનુભવાયા છે.આ ભૂકંપના આંચકા 1.7 થી 2.4 ની વચ્ચેની તીવ્રતાનાં નોંધાયા છે.ભૂકંપ આપદા નિવારણ ડીપાર્ટમેન્ટ (સિસ્મોલોજી ડીપાર્ટમેન્ટ) દ્વારા જણાવવામાં આવ્યું છે કે આટલા ભૂકંપ આવ્યા છતાં ક્યાંય જાનહાની થયાના સમાચાર મળ્યા નથી.


