જસદણ : જસદણમાં આજે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના જન્મદિવસને લઇ ભાજપના આગેવાનોથી લઇ કાર્યકરોમાં ભારે ઉત્સાહ ફેલાયો છે.જસદણ ભાજપના અનિતાબેન રૂપારેલીયા,વિજયભાઇ રાઠોડ,રાજુભાઇ ધાધલ,કાર્તિકભાઇ હુદડ,અલ્પેશભાઇ રૂપારેલીયા વગેરેએ દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહને શુભેચ્છા પાઠવી હતી.
પ્રભાસ તિર્થમાં બિરાજતા સોમનાથ જયોતિલીંગ સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આજે જન્મદિવસ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા અમિતભાઇ શાહના જન્મદિવસ નિમિત્તે સવારે ૧૦થી ૧૦-૩૦ વાગ્યા સુધી માર્કેન્ય પૂજા,મહાપૂજા,અને તેમના દિપ આયુષ્ય માટે મંત્રજાપ કરી જન્મદિવસની શુભેચ્છા આપવામાં આવી હતી.સાંજે સંધ્યા શણગાર કે દીપમાળા યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોમનાથ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓના જન્મદિવસે આ રીતે શુભેચ્છા મહાપુજા યોજવાની પરંપરા છે.આ અંગેની તમામ તૈયારી કરવામાંં આવી છે.


