By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 56 વર્ષના થયા અમિત શાહ, શેરબ્રોકરથી રાજનીતિના શહેનશાહ બનવા સુધીની સફર પર એક નજર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > 56 વર્ષના થયા અમિત શાહ, શેરબ્રોકરથી રાજનીતિના શહેનશાહ બનવા સુધીની સફર પર એક નજર
GeneralNationalPolitics

56 વર્ષના થયા અમિત શાહ, શેરબ્રોકરથી રાજનીતિના શહેનશાહ બનવા સુધીની સફર પર એક નજર

HM News
Last updated: 22/10/2020 10:22 AM
HM News
5 years ago
Share
SHARE

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આજે 56 વર્ષ પૂરા થયા.તેમનો જન્મ 22મી ઑક્ટોબર 1964ના રોજ મુંબઇના સંપન્ન ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમની માતાનું નામ કુસુમબેન અને પિતાનું નામ અનિલચંદ્ર શાહ છે.અમિત શાહને હાલ રાજનીતિના ચાણક્ય મનાય છે.જો કે તેમની શેર બ્રોકરથી રાજનીતિના શહેનશાહ બનવા સુધીની સફર ખૂબ જ દિલચસ્પ છે.અમિત શાહે જ્યારે ભાજપના અધ્યક્ષની કમાન સંભાળી ત્યારથી પાર્ટીએ કેટલાંય મુકામ પ્રાપ્ત કર્યા.જો કે તેમને રાજનીતિ વારસામાં મળી નથી.અમદાવાદથી બાયોકેમેસ્ટ્રી સાથે બીએસસી કર્યા બાદ અમિત શાહે પોતાના પિતાના પ્લાસ્ટિકના પાઇપના વેપારને સંભાળ્યો હતો.ત્યારબાદ તેમણે સ્ટોક માર્કેટમાં પગ મૂકયો અને શેરબ્રોકર તરીકે કામ કર્યું.જ્યારે રાજકારણમાં પગ મૂકયો પછી પાછુ વળીને જોયું નથી.

શાહ 16 વર્ષની ઉંમર સુધી પોતાના પૈતૃક ગામ માણસામાં જ રહ્યા અને સ્કૂલનું શિક્ષણ પ્રાપ્ત કર્યુ.ત્યારબાદ તેમનો પરિવાર અમદાવાદ શિફ્ટ થયો તેઓ અમદાવાદ આવી ગયા.તેમણે અમદાવાદથી જ પોતાનો બીએસસીનો અભ્યાસ પૂરો કર્યો.

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે ગુરૂવારે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા બાદ શુક્રવારે તેમને કેન્દ્રીય ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. અમિત શાહ અને મોદી ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી ભાજપ સરકારના સમયથી સાથે જ કામ કરી રહ્યાં છે.રાજકારણમાં મોદી અને શાહને જય અને વીરૂની જોડી કહેવામાં આવે છે.એક નાના શેર બ્રોકરથી ભારતીય રાજનીતિના શહેનશાહ બનવાની અમિત શાહની કહાની કોઈ ચમત્કારથી ઓછી નથી.

16 વર્ષની ઉંમરમાં સ્વયંસેવક બની ગયા અમિત શાહ

અમિત શાહે 1980ની સાલમાં 16 વર્ષની ઉંમરમાં આરએસએસ સાથે જોડાયા હતા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા બની ગયા હતા. શાહ પોતાની કાર્યકુશળતા અને સક્રિયતાના દમ પર અંદાજે બે વર્ષ બાદ એટલે કે 1982મા એબીવીપીના ગુજરાત એકમના સંયુકત સચિવ બન્યા. અહીં તેમની વડાપ્રધાન મોદી સાથે 1986મા મુલાકાત થઇ અને આ મુલાકાત દોસ્તીમાં બદલાય ગઇ હતી.

પહેલી વખત સરખેજ સીટ પરથી ધારાસભ્ય તરીકે પસંદગી પામ્યા અમિત શાહ

અમિત શાહે 1997ની સાલમાં પહેલી વખત ગુજરાતની સરખેજ વિધાનસભા સીટ પરથી ભાજપ ઉમેદવાર તરીકે ધારાસભ્ય પદ માટે નામાંકન ભર્યું અને ભારે બહુમતથી વિજય થયા. વિધાનસભા ક્ષેત્રમાં અમિત શાહની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી લાગે છે કે આવનારી દરેક ચૂંટણીમાં તેમની જીતનું અંતર સતત વધતું ગયું.

અટલ-અડવાણી બાદ મોદી-શાહની જોડી

અટલ-અડવાણી બાદ મોદી-શાહની જોડી બાદ ભારતીય રાજનીતિમાં જાદૂ કર્યું છે.વર્ષ 2014 અને 2019ની સામાન્ય ચૂંટણીમાં અમિત શાહને ભાજપના ચાણક્યના માનવામાં આવે છે.તેઓ રણનીતિ બનાવવામાં અને તેને સક્રિયતા પૂર્વક લાગુ કરવામાં માહેર છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ફક્ત PM ઉપરાંત કોઈ પણ રાજકારણી અમિત શાહ જેવું કદ વધારવામાં નિષ્ફળ નિવડ્યા છે.આ વખતની લોકસભા ચૂંટણીમાં અમિત શાહને ગાંધીનગરની લોકસભા બેઠક પરથી જબરદસ્ત 5.50 લાખ મતોથી ભવ્ય વિજય મેળવ્યો હતો.આ બેઠક પર અમિત શાહે લાલકૃષ્ણ અડવાણીના વિજયનો રેકોર્ડ પણ તોડ્યો છે.

ગુજરાત સરકારમાં 2002મા મંત્રી બન્યા અમિત શાહ, 12 મંત્રાલયની જવાબદારી સાચવી

અમિત શાહ પહેલી વખત 2002મા મંત્રી પદના શપથ લીધા.ત્યારબાદ તેમણે ગુજરાત સરકારના મંત્રી તરીકે ગૃહ,સંસદીય કાર્ય,વિધિ અને આબકારી જેવા મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી સંભાળી. 2006મા અમિત શાહ ‘ગુજરાત ચેસ સંઘ’ના અધ્યક્ષ બન્યા અને તેમના કાર્યકાળ દરમ્યાન ગુજરાતમાં પહેલી વખત શતરંજની રાષ્ટ્રીય પ્રતિયોગિતા ‘નેશનલ બી’ આયોજીત થઇ.ત્યારબાદ અમિત શાહને 2009મા અમદાવાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ એસોસીએશનના અધ્યક્ષ અને ગુજરાત સ્ટેટ ક્રિકેટ એસોસીએશનના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરાયા.વર્ષ 1989થી અત્યાર સુધી અમિત શાહ 29 વખત ચૂંટણી લડી ચૂક્યા છે.જેમાં તેમને ક્યારેય પરાજયનો સામનો કરવો નથી પડ્યો.તેઓ ગુજરાતમાં 4 વખત સતત 1997,1998,2002 અને 2007માં ધારાસભ્ય રહી ચૂક્યા છે.તેઓ ગુજરાતમાં પણ મોદી સરકારના વિશ્વાસુ સહયોગી હતા.એક સમયે તેઓ 12 મંત્રાલયની જવાબદારી સંભાળી ચૂક્યા છે.જેમાં ગૃહ,ન્યાય,જેલ,સીમા સુરક્ષા,નાગરિક રક્ષા,આબકારી, ટ્રાન્સપોર્ટ,હોમગાર્ડ,ગ્રામ રક્ષક દળ,પોલીસ હાઉસિંગ વગેરેનો સમાવેશ થાય છે.

મુશ્કેલીનો સામનો

વર્ષ 2010માં અમિત શાહને શોહરાબુદ્દીન એનકાઉન્ટર કેસમાં જેલમાં ધકેલવામાં આવ્યા હતા.અમિત શાહને ગુજરાતની બહાર રહેવાની શરત પર જામીન મળ્યા હતા. જે બાદ તેઓ 4 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બની ગયા.રાષ્ટ્રીય રાજનીતિમાં અમિત શાહનો ઉદય ચમત્કાર કરતા સહેજ પણ ઓછો નથી.જામીન મળ્યા બાદ સાબરમતી જેલમાં છૂટતી વખતે તેમણે જણાવ્યું હતું કે,હાલ તો હું જઈ રહ્યો છું,પરંતુ મને નજરઅંદાજના કરો.હું જરૂર પાછો આવીશ.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા શાહ

ચાણક્ય માનવામાં આવતા અમિત શાહે નરેન્દ્ર મોદી સાથે મળીને ભાજપને લોકસભા અને વિધાનસભાની અનેક ચૂંટણીઓમાં વિજય અપાવ્યો છે. અમિત શઆહની ક્ષમતાને જોતા ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ એ 2014ના રોજ લોકસભાની ચૂંટણી પહેલાં તેમને રાષ્ટ્રીય મહાસચિવ બનાવીને 80 સાંસદોવાળા ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવ્યા.ત્યારબાદ 2014ની લોકસભામાં ભાજપે ઉત્તરપ્રદેશની 80 લોકસભા સીટોમાંથી 71 સીટો પર ઐતિહાસિક જીત નોંધાવી હતી. ત્યારબાદ જુલાઇ 2014મા અમિત શાહને ભાજપને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા. તેઓ પાર્ટીના સૌથી યુવા અધ્યક્ષ છે.વર્ષ 2014માં અમિત શાહને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને 2015માં તેમની આગેવાનીમાં પાર્ટીએ 10 કરોડ સભ્યોના જાદૂઈ આંકડાને પાર કર્યો,જે એક ઈતિહાસ છે.અમિત શાહના નેતૃત્વમાં ભાજપ મહારાષ્ટ્ર, હરિયાણા, જમ્મુ-કાશ્મીર,ઝારખંડ અને અસમ વિધાનસભા ચૂંટણીઓમાં 2016માં વિજયી બન્યું હતું.જો કે દિલ્હી, બિહાર,છતીસગઢ,રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો.તેમણે પાર્ટીને ઉત્તર પ્રદેશ,ઉત્તરાખંડ અને ગુજરાતમાં ભવ્ય વિજય અપાવ્યો અને મણીપુર અને ત્રિપુરા જેવા પૂર્વના રાજ્યોમાં ભાજપની પક્કડ મજબૂત બનાવી.

તેમણે 24 જાન્યુઆરી 2016ના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ફરી પસંદ કરાયા અને તેઓ અત્યાર સુધી આ પદ પર બનેલા છે.બીજી વખત જ્યારે મોદી સરકાર લોકસભા ચૂંટણી જીતીને કેન્દ્રની સત્તામાં આવી તો અમિત શાહને કેન્દ્રીય ગૃહમંત્રી બનાવ્યા.ત્યારબાદ તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવા જેવા કેટલાંય ઐતિહાસિક પગલાં ઉઠાવ્યા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article યુએસ ચૂંટણી : અમેરિકન હિન્દુઓના વોટ માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને બિડેન વચ્ચે ખેંચતાણા
Next Article સરકાર તિજોરી ભરવા જમીનો વેંચશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up