નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી- NCR, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં 42 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને 500 કરોડથી વધુના લેવડદેવડના હિસાબો મળી આવ્યા હતા.આ રકમ accommodation entries દ્વારા છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
– CBDT એ કહ્યું, 42 જેટલી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા
– દિલ્હી- NCR, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં થઈ કાર્યવાહી
– તપાસમાં 500 કરોડથી વધુની હેરફેરના પુરાવા મળ્યાનો દાવો
ઈન્કમટેક્સ વિભાગે મંગળવારે અનેક હવાલા ઓપરેટરો અને બનાવટી બીલ બનાવનારા લોકોની ઓફિસો પર દરોડા પાડ્યા હતા અને 5.26 કરોડના ઝવેરાત અને રોકડ રકમને જપ્ત કરી લીધી હતી.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ CBDT એ કહ્યું કે સોમવારે દિલ્હી- NCR, હરિયાણા,પંજાબ,ઉત્તરાખંડ અને ગોવામાં 42 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
5.26 કરોડ મૂલ્યની રકમને ઘરેણાં કબજે લેવાયા
અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘એન્ટ્રી ઓપરેશન’ એટલે કે હવાલા જેવી કામગીરી થઈ રહી હતી.મોટા નેટવર્ક અને બનાવટી બીલો દ્વારા વધુ પૈસા કમાવનારાની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. CBDT એક નિવેદનમાં જણાવ્યું છે કે દરોડા દરમિયાન 2.37 કરોડ રૂપિયાની કેશ અને 2.89 કરોડની કિંમતના ઘરેણાં મળ્યા હતા. ગેંગ ચલાવતા લોકો અને બનાવટી બીલો દ્વારા વધુ પૈસા કમાવનારા લોકો સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
CBDT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિએશન) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે દરોડા દરમિયાન રૂ. 2.37 કરોડની રોકડ અને રૂ. 2.89 કરોડના દાગીના મળી આવ્યા હતા. 17 બેંક લૉકર પણ મળી આવ્યા છે, જેની હજુ સુધી તપાસ કરવામાં આવી નથી.
અત્યાર સુધીમાં 500 કરોડથી વધુની હેરફેરના પુરાવા મળ્યા
CBDT એ કહ્યું કે એન્ટ્રી ઓપરેટરો,વચેટિયાઓ,કેશ ઓપરેટરો,લાભાર્થીઓ અને કંપનીઓ અને કંપનીઓના નેટવર્કને ખુલ્લા પાડતા પુરાવા આ તપાસમાં મળ્યા છે. તેમણે કહ્યું કે,અત્યાર સુધીમાં 500 કરોડ રૂપિયાથી વધુની હેરફેરના પૂરાવા મળી આવ્યા છે.
CBDT એ જણાવ્યું હતું કે વધુ તપાસ ચાલી રહી છે.તપાસમાં અત્યાર સુધીમાં ખુલાસો થયો છે કે આ લોકોએ મુખ્ય શહેરોની સંપત્તિમાં ઘણું રોકાણ કર્યું છે.આ સાથે, કરોડોની રોકડ રકમ એકઠી કરવામાં આવી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર,આવકવેરા વિભાગે એન્ટ્રી ઓપરેટર સંજય જૈન અને તેના લાભાર્થીઓના દિલ્હી- NCR, હરિયાણા, ઉત્તરાખંડ, પંજાબ અને ગોવામાં 42 સ્થળોએ દરોડા પાડ્યા છે.
આવકવેરા વિભાગે દિલ્હી-એનસીઆર અને હરિયાણા સહિત 5 રાજ્યોમાં 42 સ્થળો પર દરોડા પાડ્યા છે. જોકે એક દિવસ અગાઉ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા,પરંતુ નાણાં મંત્રાલયે મંગળવારે તેની સત્તાવાર માહિતી આપી છે.
મંત્રાલયે જણાવ્યુ હતુ કે, ‘આવકવેરા વિભાગે નકલી બિલિંગ દ્વારા મોટી સંખ્યામાં રોકડ પ્રવેશ કામગીરી ચલાવતા અને ઉત્પાદન રેકેટ ચલાવતા વ્યક્તિઓના, વિશાળ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તેમજ મોટી માત્રામાં રૂપિયા અને ઝવેરાત કબજે કર્યા હતા. આવકવેરા વિભાગના આ દરોડા દિલ્હી-એનસીઆર, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં લગભગ 42 પરિસરમાં મારવામાં આવ્યા હતા.’
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર આ દરોડામાં 500 કરોડ રૂપિયાથી વધુની હાઉસિંગ એન્ટ્રીના પુરાવા, કબજે કરવામાં આવ્યા છે.તપાસ દરમિયાન વિભાગે 2.37 કરોડ રૂપિયાની રોકડ રકમ, 2.89 કરોડના દાગીના કબજે કર્યા છે.આ સિવાય 17 બેંક લોકરો પણ નોંધાયા છે,જેનુ કામ હજી બાકી છે.આ કેસમાં આગળની તપાસ ચાલી રહી છે.

