અમદાવાદ : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પધારી ચુક્યા છે.આવતીકાલે તેઓ સી-પ્લેન મારફતે કેવડિયાથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર આવશે. જોકે તેમના આગમન અગાઉ જ ગુજરાતની ગરીબી સંતાડવાના પ્રયાસો થઇ રહયા છે.પ્રાપ્ત વિગતો અનુસાર નરેન્દ્ર મોદી સી-પ્લેનનું ઉદ્ધાટન કરવાના છે તે રિવરફ્રન્ટની સામેની તરફ ખોડિયાર નગરની ઝુંપડપટ્ટી ઢાંકવામાં આવી રહી છે.આ અગાઉ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત સમયે પણ રોડ સામેની ઝુંપડપટ્ટીને સંતાડવા માટે દીવાલ ચણવામાં આવી હતી.
અત્રે નોંધનીય છે કે PM નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી ગયા છે.આઠ મહિનાના લાંબા સમયગાળ બાદ રાજ્યની મુલાકાતે છે 31મી ઓક્ટોબરે લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની 145મી જન્મજયંતિએ કેવડિયા ખાતે નરેન્દ્ર મોદી વિશ્વની વિરાટ પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ભાવાજંલિ આપશે. વડાપ્રધાન કેવડિયામાં 17 પ્રોજેક્ટોનું લોકાપર્ણ કરશે જયારે ચાર નવા પ્રોજેકટોનું શિલાન્યાસ કરશે.
આ ઉપરાંત કેવડિયાાથી અમદાવાદ રિવરફ્રન્ટ સુધી દેશની પ્રથમ સી -પ્લેન સેવાનું ય ઉદઘાટન કરશે. 30મીએ વડાપ્રધાન જંગલ સફારી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ, વિવિધતામાં એકતાના પ્રતિક સમાન એકતા મોલ,વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક,દેશનો સૌ પ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન તથા કેકટ્સ ગાર્ડનનુ લોકાર્પણ કરશે.


