વર્તમાનમાં ફ્રાંસ અને ઇસ્લામિક દેશો એકબીજાની સામસામે આવી ગયા છે.બીજી તરફ ફ્રાંસના નીસ શહેરમાં થયેલા હુમલા બાદ લોકોમાં ભાર રોષ જોવા મળી રહ્યો છે.લોકોએ ઇસ્લામ યુરોપ છોડોના નારા લગાવ્યા છે.
– ફ્રાંસના નીસમાં થયો હતો આતંકવાદી હુમલો
– વડાપ્રધાન મોદીએ કરી હુમલાની નિંદા
– ફ્રાંસમાં હુમલા બાદ લોકોમાં ભારે ગુસ્સો, રેલી કાઢી પ્રદર્શન
– ભડકી ઉઠ્યા ફ્રાંસના લોકો
ફ્રાંસના નીસમાં ત્રણ લોકોની કરપીણ હત્યા બાદ સ્થાનિક લોકો ખૂબ ગુસ્સામાં છે.આ ઘટના બાદ સ્થાનિક લોકોએ ગુરુવારે ચર્ચની પાસે રેલી કાઢી અને માર્યા ગયા લોકોને શ્રદ્ધાંજલિ આપી.લોકોએ ISISના ઈરોધમાં નારા લગાવ્યા અને ફ્રાંસની રાષ્ટ્રીય ગાન ગાવવામાં આવ્યું. આ દરમિયાન ઘણા બધા લોકો ઇસ્લામ યુરોપથી પાછા જાઓ એવા નારા પણ લગાવ્યા.
આતંકવાદ અને કટ્ટરવાદ વિરુદ્ધ એકતા દર્શાવવા માટે આ રેલી કાઢવામાં આવી હતી.સાથે જ લોકોએ આહ્વાહન પણ કર્યું કે હવે એક થઇ જવાનો સમય આવી ગયો છે.લોકો આતંકવાદી વિરુદ્ધ કડકમાં સજાની માંગ કરી રહ્યા છે.
શું છે ઘટના
નીસ શહેરમાં એક હુમલાખોરે ચર્ચમાં જઈને એક માહિલાનું ગળું કાપી અને બે લોકોની ચપ્પુ મારીને કરપીણ હત્યા કરી હતી.તપાસમાં સામે આવ્યું છે કે તે વ્યક્તિ હાથમાં કુરાન અને ચપ્પુ લઇને આવ્યો હતો.
ફ્રાંસમાં સાર્વજનિક સ્થાન પર સુરક્ષા વધારાઈ
નીસના મેયરએ કહ્યું કે હુમલો કરનારની ધરપકડ કરવામાં આવી છે.મેયરે દાવો કર્યો છે કે આ વ્યક્તિએ પણ અલ્લા હુ અકબરના નારા લગાવ્યા હતા. એમ પણ ખુલાસો થયો છે કે 20 વર્ષનો આ વ્યક્તિ મૂળ રૂપથી ટ્યુનીશિયાનો નાગરિક છે.
ફ્રાંસના રાષ્ટ્રપતિએ આ ઘટનાને ઇસ્લામિક આતંકવાદી ઘટના કહી છે અને તેમણે સાર્વજનિક સ્થાનો પર સુરક્ષા માટે હજારો સૈનિકૉને તૈનાત કરી દીધા છે.દેશની સુરક્ષાને અલર્ટ પર રાખવામાં અવી છે.નોંધનીય છે કે છે નીસ શહેરમાં ત્રણ મહિનામાં જ બે આવી ઘટના થઇ ગઈ છે જેને ઇસ્લામિક કટ્ટરપંથ સાથે જોડીને જોવામાં આવી રહી છે.


