કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની તેમની જ દાદી ઈંદિરા ગાંધી સાથે તુલના થવી એ કોઈ મોટી વાત નથી.નાકથી લઈને સાડી પહેરાવાના અંદાજમાં પણ રાજકિય નિષ્ણાંત પ્રિયંકામાં સમાનતાઓ શોધતા ફરે છે.કોંગ્રેસમાં પ્રિયંકામાં ઈંદિરા ગાંધીની છબી જોનારાઓ ઓછા નથી.કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા દિગ્વિજય સિંહે ઈંદિરા ગાંધીની પુણ્યતિથિએ એક તસવીર શેર કરીને ફરી એકવાર વિવાદ ઉભો કર્યો છે.
પ્રિયંકાની તસવીર શેર કરતાની સાથે જ દિગ્વિજય સિંહે લખ્યું હતું કે,તેમને પ્રિયંકા ગાંધીમાં ઈંદિરા ગાંધીની ઝલક દેખાય છે.ત્યાર બાદ તેઓ તેઓ ઈંદિરા ગાંધીને નમન કરીને તેમને શ્રદ્ધાંજલિ આપે છે.આ ટ્વિટ (Tweet)ને લઈને લોકોએ દિગ્વિજય સિંહને બરાબરના ટ્રોલ કર્યા હતા.સાથો સાથ શિખામણો પણ આપી હતી.
ટ્વિટ થયા બાદ યુઝ્સે દિગ્વિજયસિંહને ખરી ખોટી સંભળાવવાનુ શુ કરી દીધુ હતુ.કેટલાક યુઝર્સે લખ્યું હતું કે,ચમચાગીરીની અને ખુશામતખોરીની પણ હદ હોય. તો કેટલાકે લખ્યુ હતું કે,માત્ર નાક મળતુ આવે છે અને બાકીનો ચહેરો ઈન્દિરા ગાંધી કરતા સાવ અલગ છે.કેટલાકે દિગ્વિજયસિંહને ક્ષત્રિય ધર્મનુ પાલન કરવાની સલાહ આપી હતી.
જોકે પ્રિયંકા ગાંધી પોતે પણ કહી ચુક્યા છે કે,મારો ચહેરો ઈન્દિરા ગાંધી સાથે મળતો આવે છે. 2009માં લોકસભાની ચૂંટણીના પ્રચાર વખતે તેમણએ કહ્યું હતું કે, હું ઈન્દિરા જેવી જ દેખાઉં છું. 2019ના યુપી વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ઉતરેલા પ્રિયંકા ગાંધીની તસવીરો પણ વાયરલ થઈ હતી. ત્યારે કોંગ્રેસ સમર્થકોએ તેમની સરખામણી ફરી ઈન્દિરા ગાંધી સાથે કરી હતી.પ્રિયંકાએ પણ કહ્યું હતું કે, મારામાં લોકો ઈન્દિરા ગાંધીની ઝલક એટલા માટે જુએ છે કેમકે તેમને હજી પણ ઈન્દિરા ગાંધી યાદ છે.


