રાજકોટ : દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હિઝહોલીનેશ ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) ના ફરઝંદ શહજાદા હુસેનભાઇ સાહેબ બુરહાનુદ્દીન સાહેબ (દા.મ.) એ ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મુલાકાત કરી દાઉદી વ્હોરા સમાજ દ્વારા થતા કાર્યો તથા કોમ દ્વારા થતી પ્રવૃત્તિઓ વિશે વાતચીત કરેલ હતી. આ અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ટિવટર પર કહ્યું કે દાઉદી વ્હોરા સમાજના શાહજાદા હુસેનભાઇ સાહેબ બુરદાનુદ્દીન સાથે અદ્ભૂત મુલાકાત લીધી હતી અને દાઉદી વ્હોરા સમુદાયના પ્રસંશનીય સમુદાય સેવા પ્રયાસો વિશે વાત કરેલ હતી. શાહજાદા સાહેબ સાથે જનાબ અબ્દુલ કાદીર ભાઇ સાહેબ તથા જનાબ કુસઇભાઇ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમ જોહર કાર્ડસવાળા યુસુફભાઇની પ્રેસનોટમાં જણાવ્યું છે.


