તલોદ : સમગ્ર દેશ અને રાજ્યમાં બળાત્કાર,છેડતી અને મહિલા ઉત્પીડનની ઘટનાઓ સતત બહાર આવી રહી છે રાજકીય અગ્રણીના રૂપમાં અનેક હવસખોરો જરૂરિયાતમંદ યુવતીઓ અને મહિલાઓનો ફાયદો ઉઠાવી શારીરિક શોષણ કરી તરછોડી દેતા હોય છે આવી જ એક ઘટના સાબરકાંઠા જીલ્લાના તલોદ શહેરમાં બહાર આવતા ભારે ચકચાર મચી છે તલોદ નગરપાલિકાના મ્યુનિસિપલ કાઉન્સિલર રાજુ શાહે એક મહિલાને લગ્નની લાલચ આપી ૭ વર્ષ સુધી બળજબરી દુષ્કર્મ આચરી અને એક બાળકનો જન્મ થયા બાદ મહિલા ફરીથી ગર્ભવતી બનતા મહિલાને કોર્પોરેટરે ગર્ભપાત કરાવ્યો હોવા સાથે યુવતીએ કોંગ્રેસી કોર્પોરેટર સામે ૭ વર્ષ સુધી બળાત્કાર કરવાની ફરિયાદ નોંધાતા સ્થાનિક રાજકરણમાં ગરમાવો આવી ગયો છે.પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ,તલોદ નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર રાજુ શાહ સામે મહિલાએ ફરિયાદ નોંધાવી છે.રાજુ શાહે મહિલાને કપટ પૂર્વક મંદિરમાં મંગલસૂત્ર પહેરાવી લગ્નની લાલચ આપી સતત સાત વર્ષ સુધી દુષ્કર્મ આચર્યુ હતું.તે દરમિયાન મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો. તો બીજી વાર મહિલાને ગર્ભ રહી જતા હવસખોર કોર્પોરેટર રાજુ શાહએ મહિલાને બળજબરી પૂર્વક ગર્ભપાત પણ કરાવ્યો હોવાનું મહિલાએ ફરિયાદ નોંધાવી છે ત્યારે હવે તલોદ પોલીસ અને મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કિસ્સો સામે આવતા સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. સ્થાનિક કોર્પેરેટરના કરતૂત બહાર આવતા લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે.
જોકે, હાલમાં તો આ કિસ્સો બહાર આવતા પોલીસે પીડિતાની ફરિયાદના આધારે તલોદ પોલીસ મથકમાં યોગ્ય કલમો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી છે પરંતુ જનતાના સેવક સામેના આવા આક્ષેપોના પગલે જાહેર જીવન લજવાયું છે.જોકે,આ આક્ષેપોમાં કેટલું સત્ય છે તે તો તપાસના અંતે જ જાણી શકાશે.


