મુંબઈ પોલીસે આજે સવારે રિપબ્લિક ટીવીના માલિક અને એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીના ઘર પર રેડ મારીને તેમને આત્મહત્યા માટે ઉશ્કેરનાર એક કેસમાં કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે.અર્નબરની ધરપકડ પછી બીજેપી નેતાઓએ પ્રતિક્રિયા આપતા આને પ્રેસ ની આઝાદી પર ખતરો ગણાવીને આની સરખામણી કટોકટી સાથે કરી છે.બોલીવૂડ એક્ટર કંગના રનૌતે પણ મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર પર હુમલો કર્યો છે.
એડિટર્સ ગિલ્ડે કરી નિંદા
એડિટર્સ ગિલ્ડે અર્નબ ગોસ્વામીની ધરપકડની નિંદા કરી છે.ગિલ્ડે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને ગોસ્વામી સાથે યોગ્ય વ્યવહાર સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.
ગૃહમંત્રી અમિત શાહની પ્રતિક્રિયા
ગૃહ મંત્રી અમિત શાહના કેસ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રિપબ્લિક ટીવી અને અર્નબ ગોસ્વામી વિરૂદ્ધ સત્તાનો દુરૂપયગો, લોકતંત્રના ચોથા સ્તંભ અને વ્યક્તિગત આઝાદી પર હુમલો છે.
BJP નેતાઓએ ધરપકડની સરખામણી ઈમરજન્સી સાથે કરી
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મહારાષ્ટ્ર સરકાર પર હુમલો કરી દીધો છે.તેમને ઘટનાની સરખામણી સીધી કટોકટી સાથે જ કરીનાંખી છે.તેમને ટ્વિટ કરતાં લખ્યું કે, “મુંબઈમાં પ્રેસ-પત્રકારિતા પર જે હુમલો થયો છે તે નિંદાત્મક છે.આ કટોકટીની જેમ જ મહારાષ્ટ્ર સરકારની કાર્યવાહી છે.અમે આની ટીકા કરીએ છીએ”
જાવડેકરે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું કે, “સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં કામ કરી રહેલ કોંગ્રેસ હજું પણ કટોકટીની મનોસ્થિતિમાં છે.આનો પુરાવો આજે મહારાષ્ટ્રમાં તેમની સરકારે બતાવ્યો છે.લોકો આનો લોકતાંત્રિક જવાબ આપશે.”


