By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બારડોલી :પ્રતિ ટન 2500 રૂપિયા નક્કી કર્યા બાદ કેટલીક સુગર ફેકટરી 1600ના ભાવે બગાસ વેચવા તૈયાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > બારડોલી :પ્રતિ ટન 2500 રૂપિયા નક્કી કર્યા બાદ કેટલીક સુગર ફેકટરી 1600ના ભાવે બગાસ વેચવા તૈયાર
GeneralSouth Gujarat

બારડોલી :પ્રતિ ટન 2500 રૂપિયા નક્કી કર્યા બાદ કેટલીક સુગર ફેકટરી 1600ના ભાવે બગાસ વેચવા તૈયાર

HM News
Last updated: 24/02/2020 9:58 AM
HM News
5 years ago
Share
SHARE

સભાસદોની જગ્યાએ વેપારીઓનું હિત જોતા સંચાલકોનો ખેડૂતોને આર્થિક નુક્સાનીમાં ધકેલવાનો પ્રયાસ

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીઓની પીલાણ સિઝન 2019-20ના છેલ્લા તબક્કામાં ચાલી રહી હોય ત્યારે સિઝનની શરૂઆતમાં દક્ષિણ ગુજરાતની શુગર ફેકટરીઓ દ્વારા પ્રતિ ટન બગાસનો ભાવ 2500 રૂપિયા નક્કી કરેલ તેની જગ્યાએ 1600 રૂપિયાના ભાવે કેટલાક શુગર સંચાલકો બગાસ વેચવા તૈયાર થઈ ગયા હોય સભાસદોને મોટું આર્થિક નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે.
દક્ષિણ ગુજરાતની શુગર ફેકટરીઓ દ્વારા બગાસના વેચાણ માટે પ્રતિ ટન 2500 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. જે અનુસાર કામરેજ સુગર ફેકટરી દ્વારા 1 કરોડની ડિપોઝીટ વ્યાપારીઓ પાસેથી લઇ બગાસ 2575 રૂપિયાના ભાવે વેચવા માટે કરાર કરવામાં આવ્યો હતો. બીજી તરફ અન્ય એક સુગર મિલ દ્વારા મોડિફિકેશનના કામ માટે રૂ.7 કરોડની ડિપોઝીટ લઈ બગાસ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. દરમ્યાન 21મી ડિસેમ્બર સુધી તમામ સુગર ફેકટરીઓએ 2500ના ભાવે જ બગાસનું વેચાણ કર્યું હતું. પરંતુ 22 મી ડિસેમ્બરના રોજ કોપર સુગર મિલ ખાતે મળેલી સામાન્ય સભામાં 2100 રૂપિયા પ્રતિ ટનના ભાવે બગાસ વેચાણ માટે કેટલીક સુગર ફેકટરીના પ્રમુખોએ તરફદારી કરી હતી. તો બીજી તરફ ગુજરાત ખાંડ ઉદ્યોગ દ્વારા પણ 2100ના ભાવે જ બગાસ વેપારીઓને વેચવાનું ફરમાન જારી કરવામાં આવ્યું હતું. સભાસદોને નુકસાન પહોંચાડી બગાસના ભાવમાં તોતિંગ ઘટાડો કરવા છતાં બગાસ ખરીદનાર વેપારીઓ હજી પણ 2100 રૂપિયાનો ભાવ પોષાતો ન હોવાનું જણાવી ખરીદી બંધ કરી દીધી છે વેપારીઓ 1600 રૂપિયા પ્રતિ ટન બગાસ ખરીદવા માટે સુગર સંચાલકો પર દબાણ ઉભું કરી રહ્યા છે. ત્યારે કેટલીક સુગર ફેકટરીઓના સંચાલકો વેપારીઓના દબાણમાં આવી 1600 રૂપિયાના ભાવે બગાસ વેચવા માટે તૈયાર પણ થઈ ગયા હોવાનું જાણવા મળે છે. આજે દેશમાં મોંઘવારી કૂદકે ને ફુસ્કે વધી રહી છે. ત્યારે ખરેખર બગાસનો ભાવ પ્રતિ ટન 2600 થી 2800 રૂપિયા હોવો જોઈએ એવું ખાંડ ઉદ્યોગ સાથે જોડાયેલા જાણકારો જણાવી રહ્યા છે. જો કે તેમ છતાં કેટલાક સંચાલકો સભાસદોને આર્થિક નુકસાન પહોંચાડી 1600ના ભાવે બગાસ આપી વેપારીઓના શરણે થઈ ગયા છે. સભાસદનું હિત જોવાની જગ્યાએ વેપારીઓનું હિત જોતા શુગર મિલ સંચાલકોને હવે ખેડૂતોએ ઓળખી લેવાનો સમય આવી ગયો છે

દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણમાં પોલીસે ઇન્કમટેક્ષ વિભાગ પાસે કેટલાક દસ્તાવેજોની માંગણી કરી
દિલ્હી: જાફરાબાદ હિંસા મામલે જામિયાની છાત્રાની ઘરપકડ, તોફાનોનું કાવતરૂં ઘડવાનો આરોપ
સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગોઝારો બન્યો : નાસિકથી દ્રાક્ષનો જથ્થો ભરી સુરત જતા બે આઇસર ટેમ્પો વળાંકમાં પલટી માર્યા
દેશમાં કોરોના વાયરસના 504 પોઝિટિવ કેસ : મૃત્યુ આંક 10 થયો : છેલ્લા 24 કલાકમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા
સામાન્ય પ્રજા મોંઘવારીથી ત્રાહિમામ, મોંઘવારીથી કયારે મળશે છુટકારો ?
Share This Article
Facebook Email Print
Previous Article બારડોલી: એક મુઠ્ઠી અનાજ કાર્યક્રમ માટે એ.એચ.પી.ની બેઠક મળી
Next Article રાજપીપળા નજીક મહારાષ્ટ્રની કારનો ટ્રક સાથે ગમખ્વાર અકસ્માત: ચારના ઘટનાસ્થળે મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up