વોશિંગ્ટન તા.5 : આફતકારી ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પદ્ધતિ આફ્રિકા અથવા લેટિન અમેરિકાના કોઈ દેશ માટે નીચાજોણું બન્યું હોત,પણ વિશ્ર્વના ટોચના લોકશાહી દેશમાં આ કારણે અંધાધુંધી, ગુંચવાડો અને કડવાશભરી ખેંચતાણના બીજ વવાયા છે.વોટિંગ અને મતગણતરીના દરેક રાજયના પોતપોતાના નિયમો હોઈ, કેટલાય રણભૂમિ રાજયોમાં સરસાઈ ઉંચી-નીચી થતી હતી અને પ્રમુખ ટ્રમ્પે ગણતરી પુરી થયા પહેલાં જીતી ગયાનો દાવો કર્યો હોવા છતાં,વિજેતાનું કોઈ ચિત્ર ઉભર્યું નહોતું.મહામારીના કારણે આ વખતે લોકોએ ટપાલ દ્વારા મત આપવાનું પસંદ કરતાં કરીને લઘુમતીઓના મત દબાવવા માટે જાણીતી ખામીભરી પદ્ધતિ ખુલ્લી થઈ ગઈ હતી.
આખરી પરિણામો કયારે આવશે તે કોઈ જાણતું નથી.છતાં આખરી પરિણામ પર મુખ્ય રાજયો વલણ પ્રભાવી રહેશે.મિશિગન રાજયમાં ટ્રમ્પે શરુઆતી સરસાઈ મેળવી હતી,પણ મોટી અશ્ર્વેત વસતી ધરાવતા મેટ્રોપોલીટન ડેટ્રોઈટ વાળી વેઈન કાઉન્ટીના મતોના કારણે બાઈડેન ટ્રમ્પ પર 10000 મતોની સરસાઈ લેવા આખરી તબકકે કામયાબ બન્યા હતા.એવી જ રીતે વિસ્કોન્સિનમાં બાઈડેન મેટ્રોપોલીટન મિલવોર્ફ પ્રદેશના મત ગણાયા પછી બાઈડેન 200000ની નાની બહુમતી મેળવી શકયા હતા.ડેમોક્રેટસ આ રીતે જયોર્જીયા અને પેન્નસીલ્વેનિયામાં મેટ્રોપોલીટન એટલાન્ટા અને ફિલાડેલ્ફીયા વિસ્તારના મત ગણાશે ત્યારે બાજી પલટાઈ જવાની આશા રાખે છે.
આ ચારેય શહેરરોમાં બાઈડેન-હેરિસ ટિકીટની ફેવર કરતી મોટી અશ્ર્વેત વસતી રહે છે.આમ,આ ચૂંટણીમાં વિસ્ફોટક વંશીય તત્વ દાખલ થયું છે.ડેમોક્રેટસના આક્ષેપ મુજબ ટ્રમ્પ બ્લેક મતદારોનો મતાધિકાર છીનવી લેવા અને દબાવવા માંગે છે.2016માં પણ ટ્રમ્પ વિન્કોન્સિનમાં માત્ર 10000 અને મિશિગનમાં 24,000 મતની સરસાઈથી ચુંટાયા હતા.હવે સ્થિતિ બદલાઈ રહી છે ત્યારે અમેરિકી પ્રમુખ એ સ્વીકારવા તૈયાર લાગતા નથી.બેટલ ગ્રાઉન્ડ રાજયોમાં ટ્રમ્પની મતગણતરી રોકવાની માંગ છતાં મતગણતરી ચાલુ રહી હતી અને ટ્રમ્પની પ્રારંભીક સરસાઈ ઓસરી ગઈ હતી,તેમણે ટિવટ કરી જણાવ્યું હતું.ગતરાતે હું ઘણા ચાવીરૂપ રાજયોમાં કેટલીયવાર મજબૂતપણે આગળ હતો.આ રાજયો ડેમોક્રેટ શાસન અને અંકુશ નીચેના છે એ પછી એક પછી એક રાજયમાં મારી સરસાઈ જાદુઈ રીતે અદ્રશ્ય થઈ ગઈ.આ બહુ વિચિત્ર છે અને ચૂંટણીપંડિતો સંપૂર્ણપણે અને ઐતિહાસિક રીતે ખોટા પડયા છે.
એ પછી બીજા ટિવટમાં તેમણે જણાવ્યું હતું. જયારે પણ ટપાલમાં મતનો ઢગલો તે ગણે ત્યારે ટકાવારીની રીતે વિનાશશક્તિના કારણે આફતરૂપ છે.ટ્રમ્પના સહયોગી અને ન્યુજર્સીના પુર્વ ગવર્નર કિસ કિસ્ટીએ જણાવ્યું હતું કે ટ્રમ્પે ગતરાતે કર્યું તે સાથે હું સંમત નથી.આખરી પરિણામો આવતાં દિવસો અથવા સપ્તાહો લાગશે,જો બન્ને પક્ષી મામલો અદાલતમાં ઘસડી જશે તો 2000ની ચૂંટણીમાં 270 ઈલેકટોરલ મત મેળવવા ફલોરીડા નિર્ણાયક બન્યું હતું.જયારે બુસની તરફેણમાં અને અલગ ગોરેથી વિરુદ્ધમાં કોકડું ઉકેલવા સુપ્રીમ કોર્ટને સપ્તાહો લાગ્યા હતા.2020ની ચૂંટણીમાં મતગણતરી પુરી ન થઈ હોઈ એવા અડવોડમેન બેટલગ્રાઉન્ડ રાજયોમાંથી કોઈપણ 2020નું ફલોરીડા બની શકે છે.


