બેંગ્લુરુ : કેન્દ્રીય તપાસ બ્યુરોએ કર્ણાટકના પૂર્વ પ્રધાન કોંગ્રેસ નેતા વિનય કુલકર્ણીની ધરપકડ કરી છે.જેમની 2016માં ધારવાડાથી ભાજપ નેતા યોગેશ ગૌડાની હત્યાના સંબંધમાં ધરપકડ કરી હતી.
ભાજપના નેતાની 2016માં હત્યા કરવામાં આવી હતી.સીબીઆઈની ટીમે 2019માં કેસની તપાસ શરુ કરી હતી.યોગેશના પરિવારજનોએ પ્રધાન અને ધારાસભ્ય વનિય કુલકર્ણી પર હત્યાનું કાવતરું ધડવાનો આરોપ લાગવ્યો હતો
પરિવારજનોનું કહેવું હતુ કે,કુલકર્ણીની હત્યાના થોડા દિવસો પહેલા યોગેશને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.પરિવારજનોએ એ પણ આરોપ લગાવ્યો કે,તેમને આ કેસ પરત લેવા માટે પણ દબાવ કરવામાં આવ્યો હતો.

