અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કાંટાણી ટક્કર ચાલી રહી છે.હાલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેન વિજય તરફ આગળ વધી રહ્યાં છે અને તેઓ ઈએક્ટોરલ વોટના બહુમતથી માત્ર 6 વોટ જ દૂર છે.પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજી પણ કેટલાક રાજ્યોમાં આગળ ચાલી રહ્યાં છે.જેથી છેલ્લે જઈને એવી સ્થિતિ ઉભી થઈ શકે છે જેમાં ટ્રમ્પ બહુમતના આંકડાને પાર કરી શકે છે.
વર્તમાન સ્થિતિ શું?
વર્તમાન સ્થિતિ પ્રમાણે જો બાઈડનને કુલ 264 ઈલેક્ટોરલ મતો મળ્યાં છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ કુલ 214 મતો પર જ છે.જો બાઈડન જીતથી માત્ર 6 જ વોટ પાછળ ચાલી રહ્યાં છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને બહુમત માટે હજી 56 મતોની જરૂર છે.જે લગભગ અશક્ય છે.
ક્યા રાજ્યોમાં શું સ્થિતિ?
હાલ 5 રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે જેમાંથી મોટા ભાગના રાજ્યોમાં ડૉનાલ્ડ ટ્રમ્પ આગળ ચાલી રહ્યાં છે જે સ્થિતિમાં અંતે પરિણામ તેમના પક્ષમાં જ આવી શકે છે.
1 પેંસિલવેનિયા – 20 વોટ – ડોનાલ્ડ ટ્રમ્પ આગળ
2 નોર્થ કેરોલિના – 15 વોટ – ડોનાલ્ડ ટ્રમ્પ આગળ
3 જ્યોર્જિયા – 16 વોટ – ડોનાલ્ડ ટ્રમ્પ આગળ
4 અલાસ્કા – 3 વોટ – ડોનાલ્ડ ટ્રમ્પ આગળ
5 નેવાડા – 6 વોટ – ડોનાલ્ડ ટ્રમ્પ આગળ
ફ્લિપ સ્ટેટ કરી શકે છે કે ટ્રમ્પની મદદ?
આ સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પને ફ્લિપ સ્ટેટમાંથી જ આશા રહી છે. એટલે કે જો ડૉનાલ્ડ ટ્રમ્પ નેવાડામાં પણ જીત મેળવી લે તો બહુમત તેમના પક્ષમાં આવી શકે છે. નેવાદામાં હજી માત્ર 75 ટકા જ મતોની ગણતરી કરવામાં આવી છે,જે છેલ્લે છેલ્લે સમીકરણો બગાડી શકે છે.
આ અગાઉ મિશિગનમાં પણ આમ થયુ હતું.જ્યાં પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ જીતવાની અણીએ હતા પણ છેલ્લે બાઈડનના પક્ષમાં પરિણામોએ પલટી મારી અને છેલ્લે આખુ રાજ્ય જો બાઈડનના ખાતમાં જતુ રહ્યું.માટે જ જ્યાં સુધી અંતિમ મતની ગણતરી ના થઈ જાય ત્યાં સુધી કોઈ પણ પરિણામોને અંતિમ ના માની શકાય.


