રિપ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડને લઇને રાજનીતિ ગરમાયેલી છે.ભાજપે મુંબઇ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની નિંદા કરી છે.
અર્નબ મામલે ભાજપ શિવસેના આમને સામને
શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે અર્નબ ગોસ્વામી માટે પ્રદર્શન કરતા પહેલા ભાજપના કેબિનેટ મંત્રી અને તેના નેતાઓએ મહારાષ્ટ્રમાં મૃતક નાયકના પરિવારજનોને મળવું જોઇએ.અને તેઓ છેલ્લા બે વર્ષમાં જે દુઃખમાંથી પસાર થયા તેમનું દર્દને સમજવું જોઇએ.તો બીજી તરફ કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કાર્યવાહી બદલ ઉદ્ધવ સરકારની નિંદા કરી હતી.