વોશિંગ્ટન તા.6 : અમેરિકામાં હજુ સુધી રાષ્ટ્રપતિપદની તસ્વીર સ્પષ્ટ થઈ નથી તે વચ્ચે ટ્રમ્પના સમર્થકો સતત ઠેર ઠેર હંગામો અને દેખાવો કરી રહ્યા છે.ટ્રમ્પ માટે પાંચ રાજયો જીતવા ફરજીયાત છે અને નેવેડા જીતી જાય તો તેઓ ફરી એક વખત પ્રમુખપદના દાવેદાર બની જશે.ડોનાલ્ડ ટ્રમ્પની લીગલ ટીમે તમામ છ રાજયો માટે અત્યારથી જ સુપ્રીમ કોર્ટમાં પોતાની રીટ દાખલ કરી છે પરંતુ હજુ નિર્ણાયક ચૂકાદો મળ્યો નથી ત્યારે પ્રમુખ ટ્રમ્પના ટેકેદારો રોડ પર ઉતરી રહ્યા છે અને કેટલાક સ્થળોએ તેઓ ઘાતક હથિયાર સાથે આવી જતા પોલીસે અત્યાર સુધીમાં શસ્ત્રો સાથેના ચાર લોકોને મીનીયાપોલીસ અને પોર્ટલેન્ડમાંથી ધરપકડ કરી છે. આ ઉપરાંત વોશિંગ્ટન,ફીનીકસમાં પણ ટ્રમ્પના ટેકેદારોના પ્રદર્શન ચાલુ છે.હજુ આગામી બે દિવસ સુધી પરિસ્થિતિ સ્પષ્ટ થવાની કોઈ શકયતા નથી.