સુરત તા. 6 : રાજસ્થાનમાં અનામતના મુદે ગુર્જર સમાજ દ્વારા કરાઇ રહેલા આંદોલનની આગની જાળ હવે સુરત સુધી પહોંચી છે. સુરતના ગુર્જર સમાજે કલેકટરને ચેતવણી આપી છે કે તેમની માંગ ન માનવામાં આવી તો અહીં પણ હાઇવે જામ કરીને રેલ રોકો આંદોલન કરવામાં આવશે.
આ મુદે અખિલ ભારતીય ગુર્જર દેવ સેના તરફથી સુરત જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલને આવેદનમાં જાણ કરાઇ હતી.જેમાં જણાવાયું હતું કે છેલ્લા આંદોલનો દરમિયાન સરકાર સાથે થયેલા સમાધાનોનું પુર્ણ રૂપે પાલન નથી થયું.જેથી ઓબીસી વર્ગ અને સમાજમાં આક્રોશ છે.આવેદનમાં ઓબીસી વર્ગ અનામતને બંધારણની 9મી અનુસુચિમાં સામેલ કરવા,ઓબીસી કોટાથી ભરતી થયેલા 1રપર કર્મચારીઓને કાયમી કરવા,આંદોલનમાં શહીદ પરિવારને નોકરી અને વળતર આપવાની માંગ કરી છે.
ગુર્જર અનામત આંદોલનની જવાળા સુરતમાં : રેલ રોકો અને હાઇ-વે જામની ચિમકી

Leave a Comment

