[weather_data]
Breaking News
TRENDING NEWS

Gujarat By Election Live : પરિવર્તન કે પુનરાવર્તન? આજે પાટીલ અને પટેલનાં ભાવિનો થશે ફેંસલો આ ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર

[updated_date] [post_views]

Table of Content

ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો માટેની પેટા ચૂંટણીમાં 81 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. 3જી નવેમ્બરના ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકો અબડાસા, લિમડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા પર કોરોના ગાઇડલાઇન સાથે મતદાન યોજાયુ હતું અને આજે પરિણામ જાહેર થશે. મુખ્ય ચૂંટણી અધિકારીએ આપેલી વિગતો મુજબ 8 વિધાનસભા બેઠકો પર 81 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ છે.આજે પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે ત્યારે રાજ્યની જનતા પરિવર્તન ઇચ્છે છે કે પનુરાવર્તન જનતાનો મિજાજ ખુલીને સામે આવશે.

લિમડી બેઠક પર સૌથી વધુ 14 ઉમેદવારો જ્યારે કપરાડા અનુસુચિત જનજાતિ (એસટી) બેઠક પરથી સૌથી ઓછા 4 ઉમેદવારો મેદાનમાં છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ આપેલી માહિતી મુજબ મોરબી તેમજ ગઢડા વિધાનસભા બેઠક પરથી 12-12 ઉમેદવારોએ તેમજ ધારીમાંથી 11, અબડાસામાંથી 10, કરજણ અને ડાંગમાંથી 9-9 ઉમેદવારો છે.

Gujarat By Election Live : પરિવર્તન કે પુનરાવર્તન? આજે પાટીલ અને પટેલનાં ભાવિનો થશે ફેંસલો આ ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર

અબડાસા બેઠક પર ભાજપનાં પ્રદ્યુમનસિંહ જાડેજા, કોંગ્રેસના ઉમેદવાર ડો.શાંતિલાલ સંઘાણી
મોરબી બેઠક પર ભાજપનાં બ્રિજેશ મેરજા, કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલ

ધારી બેઠક પર ભાજપનાં જે.વી. કાકડિયા, કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયા

કરજણ બેઠક પર ભાજપનાં અક્ષય પટેલ, કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા

ગઢડા બેઠક પર ભાજપનાં આત્મરામ પરમાર, કોંગ્રેસના ઉમેદવાર મોહનલાલ સોલંકી

કપરાડા બેઠક પર ભાજપનાં જિતુ ચૌધરી, કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વરઠા

ડાંગ બેઠક પર ભાજપનાં વિજય પટેલ, કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગામિત

લીમડી બેઠક પર ભાજપનાં કિરીટસિંહ રાણા, કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર

પાટિલ અને પટેલ વચ્ચે પણ જંગ

આ સાથે ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને કૉંગ્રેસનાં ગુજરાત કાર્યકારી અધ્યક્ષ હર્દિક પટેલના નેતૃત્તવ બાદ પહેલીવાર ગુજરાતમાં ચૂંટણીનું પરિણામ આવવાનું છે.ત્યારે આ બંન્ને પ્રદેશ અધ્યક્ષની મહેનત પણ લોકો સામે આવશે.આપણે એ પણ જોઇ લઇએ કે,આઠ બેઠકો પર ભાજપ કૉંગ્રેસનાં કયા ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles